Rath Yatra 2021 : જગન્નાથ મંદિરે આજે દિવાળી જેવો માહોલ , ઘેર બેઠા ભજન કિર્તન કરી ભક્તોએ ધન્યતા અનુભવી - ahmedabad news
🎬 Watch Now: Feature Video
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા ઐતિહાસીક રથયાત્રા ગણી શકાય. રથયાત્રા ભક્તો વગર કાઢવામાં આવી હતી. રથયાત્રા પહેલા મંદિરમાં પણ ભગવાનના ભજન-કિર્તન સાથે પુજા વિધિ કરવામાં આવી હતી અને ભક્તોએ ઘેર બેઠા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રથયાત્રામાં સંપૂર્ણ સંકલન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને રથયાત્રા સવારે સાત વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી પૂર્ણ કરવાની હતી પરંતુ પોલીસના પ્રિ પ્લાનિંગને લઈને રથયાત્રા માત્ર ત્રણ કલાકમાં નિજ મંદિર પરત ફરી હતી. ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે 144મી રથયાત્રા નીકળી છે. ત્યારે આ વખતે ભજનમંડળીઓ, અખાડા, ગજરાજ, અને ભક્તો વગરની નીકળી છે. ત્યારે દરવર્ષે ભગવાન મોસાળમાં 1 થી 1.30 કલાક રોકાય છે પરંતુ આ વખતે માત્ર 10 મિનિટ જ ભગવાનના રથ રોકાયા હતા. જ્યારે આ વખતે ભગવાનનું મામેરામાં ભગવાનને વાઘા, સોનાના હાર, તેમજ અન્ય. કેટલીક ચીજવસ્તુઓ આપવામાં આવી છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામેરું ભરવામાં આવ્યું હતું. જ્યારે સરસપુરવાસી પ્રથમવાર પોતાના ધાબા અને ગેલેરીમાં રહીને ભગવાનના દર્શન કર્યા.