"હરિયાણા બનેગા ખાલિસ્તાન" આતંકીએ વીડિયોમાં આપી ધમકી, 26 જાન્યુઆરીએ મતદાન - હરિયાણા બનેગા ખાલિસ્તાન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 20, 2022, 6:34 PM IST

Updated : Jun 27, 2022, 12:36 PM IST

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો (gurpatwant pannu new video) જારી કરીને હરિયાણાને ખાલિસ્તાન બનાવવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તેણે કરનાલમાં DAV સ્કૂલ અને દયાલ સિંહ કોલેજની દિવાલો પર ખાલિસ્તાન (khalistani slogans in karnal ) તરફી નારા લખ્યા છે. આ બંને શૈક્ષણિક સંસ્થાઓની દિવાલો પર પંજાબીમાં 'હરિયાણા બનેગા ખાલિસ્તાન' લખેલું હતું. જે શોધાયા બાદ પાછળથી કાળી શાહી લગાવીને ભૂંસી નાખવામાં આવી હતી. વીડિયો જાહેર કરતાં ગુરપતવંત પન્નુએ કહ્યું કે, ખાલિસ્તાનનું અભિયાન વોટમાં કન્વર્ટ થશે. મુખ્યપ્રધાન અને અનિલ વિજનું નામ લેતા ગુરપતવંત પન્નુએ (khalistani terrorist gurpatwant pannu) કહ્યું કે, ખાલિસ્તાનનું અભિયાન વોટમાં કન્વર્ટ થશે. 26 જાન્યુઆરીએ હરિયાણામાં ખાલિસ્તાનનું મતદાન થશે અને હરિયાણા ખાલિસ્તાન બનશે. હરિયાણાને પંજાબનો ભાગ પણ બનાવવામાં આવશે. થોડા દિવસો પહેલા કરનાલમાં, ખાલિસ્તાની પોસ્ટ્સ પર ટિપ્પણી કરવા બદલ ગુસ્સે ભરાયેલા કેટલાક યુવાનો દ્વારા એક યુવકને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ પછી પણ આજ સુધી પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી. ગુરપતવંત પન્નુએ પોતાના વીડિયોમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
Last Updated : Jun 27, 2022, 12:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.