ETV Bharat / international

'ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી': US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, યુક્રેનના રાષ્ટ્રપતિ પર સાધ્યુ નિશાન - TRUMP ON WORLD WAR III

ટ્રમ્પે કહ્યું કે. જો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનો વહીવટ ચાલુ રહ્યો હોત તો વિશ્વમાં યુદ્ધ થયું હોત.

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (AP)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2025, 11:31 AM IST

મિયામી: US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપે ગુરુવારે મિયામીમાં FII પ્રાયોરિટી સમિટમાં સંબોધન આપતા ચેતવણી આપી હતી કે,'ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી' જોકે, તેમણે દાવો કર્યો હતો કે, તેમના નેતૃત્વમાં અમેરિકા તેને રોકશે.

ટ્રંપે કહ્યું કે, જો પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનનું શાસન યથાવત્ત રહેત તો દુનિયામાં યુદ્ધ થઈ રહ્યું હોત. તેમણે જણાવ્યું કે, ત્રીજા વિશ્વ યુદ્ધ થવાથી કોઈને કોઈ જ લાભ થવાનો નથી. પરંતુ તે સત્ય છે કે, તમે તેનાથી વધારે દૂર નથી.

હું તમને અત્યારે જણાવું છું. તમે તેનાથી વધારે દૂર નથી. ટ્રંપે જણાવ્યું કે, જો કે, અમેરિકા તેમાંથી કોઈ પણ યુદ્ધમાં ભાગ નહી લે, પરંતુ તેને રોકશે. તેમને જણાવ્યું કે, અમે લોકો આ મૂર્ખતાપૂર્ણ, અને ન સમાપ્ત થનારા યુદ્ઘોને રોકશું.

અમે પોતે તેમાં ભાગ નહી લઈએ, પરંતુ અમે બીજા કરતા વધારે મજબૂત અને શક્તિશાળી હશું. જો ક્યારે યુદ્ધ થયું. તો કોઈ પણ અમારી નજીક આવી શકશે નહી. પરંતુ અમને નથી લાગતુ કે, આવુ ક્યારેય બની શકે છે.

ટ્રંપે X પર એક પોસ્ટમાં એલન મસ્કને ટેગ કરીને કહ્યું કે, એલન મસ્ક પર રાષ્ટ્રપતિનું સામાન્ય જ્ઞાન બિલકુલ યોગ્ય છે. પરંતુ હકીકતમાં એ દુ:ખદ છે કે, આટલા બધા માતા પિતાએ પોતાના સંતાનોને ગુમાવી દિધા છે અને આટલા બધા દિકરાઓએ પોતાના પિતાને આ અર્થહિન યુદ્ધમાં ખોઈ દીધા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે બુધવારે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને યુક્રેની રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, US એ યુરોપની સરખામણીમાં 200 બિલિયન અમેરિકન ડોલર વધારે ખર્ચ કર્યા છે. જ્યારે યુરોપનું આર્થિક સહયોગ ગેરંટી છે. અને અમેરિકાને કોઈ વળતર મળ્યું નથી.

ટ્રંપે જેલેન્સ્કી પર આરોપ લગાવ્યો કે, તેમણે અમેરિકાને એક એવા યુદ્ધમાં અરબો ડોલરનું રોકાણ કરવા માટે રાજી કર્યું. જેના વિશે માનવામાં આવતું હતું કે, તે જીતી શકાય તેમ નથી. તેમણે સંસાધનોની ફાળવણી અને યુરોપના બરાબર આર્થિક યોગદાનની કમી પર સવાલો ઉઠાવ્યા હતા.

ટ્રંપે જેલેન્સ્કીને વગર ચૂંટણીવાળો તાનાશાહ કહ્યો હતો, સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશલ પર એક પોસ્ટ શેર કરતા ટ્રંપે લખ્યું કે, જરાક વિચારો, એક સામાન્ય સફળ કોમેડિયન વોલોડિમિર જેલેન્સ્કી અમેરિકાને 350 બિલિયન ડોલર ખર્ચો કરવા માટે રાજી કરી દીધું, તેથી તેઓ એવા યુદ્ધમાં જઈ શકે, જેને જીતવું શક્ય નથી. જેને ક્યારેય શરુ કરવું જોઈતું નહોતું. પરંતુ એક એવું યુદ્ધ જેને તેઓ અમેરિકા અને ટ્રંપ વગર ક્યારેય ઉકેલી શકશે નહી.

આ પણ વાંચો:

  1. FBI ડિરેક્ટર બન્યા ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને વફાદાર "કાશ પટેલ"
  2. 'અમેરિકન રાષ્ટ્રપતિ ખોટી માહિતી વચ્ચે રહે છે', ડોનાલ્ડ ટ્રમ્પને ઝેલેન્સકીનો જવાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.