હિન્દુ દેવતાઓનું 'અપમાન': કર્ણાટકમાં કોંગી નેતાના ઘર પર હુમલો
🎬 Watch Now: Feature Video
કર્નાટક મેંગલુરુમાં અજ્ઞાત બદમાશોએ દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુર ખાતે કોંગ્રેસ આઈટી સેલના સચિવ વી શૈલજા અમરનાથના ઘર પર હુમલો (Cong leader's house attacked in Karnataka) કર્યો હતો, તેણીએ સોશિયલ મીડિયા દ્વારા કથિત રીતે હિન્દુ દેવતાઓ પર કરેલી અપમાનજનક ટિપ્પણીના (Insult to Hindu Gods ) વિરોધમાં હોવાનુ પોલીસે જણાવ્યું હતું. હિન્દુ સંગઠનોની ફરિયાદના આધારે, પોલીસે ધર્મો વચ્ચે દુશ્મનાવટ અને સમાજમાં શાંતિ ભંગ કરવાના ઈરાદાથી ટિપ્પણી કરવા બદલ નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. શનિવારે શૈલજાના ઘરની તોડફોડ થતી હતી, બારીનાં કાચ તોડી નાખ્યા અને દિવાલો પર કાળી શાહી છાંટી હતી. આ મામલે વકીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે શૈલજાના ઘરે પહોંચી તપાસ હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે. તે દરમિયાન, દક્ષિણપંથી સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ (BD) એ 9 વાગ્યે એક કાર્યક્રમમાં ક્લબહાઉસ પ્લેટફોર્મ દ્વારા શ્રી રામ, ભગવાન હનુમાન અને દેવી સીતા પર નેતાની કથિત અપમાનજનક ટિપ્પણીની સખત નિંદા કરી હતી.