પંચમહાલમાં આજે પણ ઝાંપા માંડવાની પરંપરા યથાવત - Panchamahal news
🎬 Watch Now: Feature Video

પંચમહાલ : દિવાળીના તહેવારની ઉજવણી બાદ આજે રંગેચગે જીલ્લાવાસીઓએ નવા વર્ષને વધાવ્યુ હતુ. શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામિણ વિસ્તારમાં પણ નવા વર્ષની ઊજવણી કરવામા આવી હતી. ગ્રામીણ વિસ્તારમાં નવા વર્ષના દિવસે આજે પણ ઝાંપા માંડવાની પ્રથા (એક હવન) વર્ષોથી ચાલી આવે છે. જેમા સૌ કૌઇ ફળીયા, મહોલ્લામાં રહેતા લોકો એકત્ર થાય છે. અને મહોલ્લાના નાકે (પ્રવેશદ્રાર) એક હવન કરવામા આવે છે. જેમા પુજાપો,ઘી,નાળિયેર હોમવામા આવે છે. ઝાંપા માંડવા પાછળ એક માન્યતા જોડાયેલી છે. જેનાથી આખું વર્ષ સુખ સમૃધ્ધિ તેમજ ઇશ્વરની કૃપા પરીવારો પર રહે છે.