અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ : મેમનગરમાં બે વૃક્ષ એક જ સાથે ધરાશાયી થતા રસ્તા બ્લોક - tauktae cyclone news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11806273-thumbnail-3x2-final.jpg)
અમદાવાદ : શહેરમાં આવેલા મેમનગર પાસે જાહેર રસ્તા પર બે ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ જતા રોડ બ્લોક થઈ ગયો છે. મહત્વનું છે કે, રોડ બ્લોક થઈ જવાને કારણે એમ્બ્યુલનસને પણ માર્ગ બદલવાની ફરજ પડી છે. ફાયર વિભાગને આ મુદ્દે જાણ કરતા તેમને હાલ પૂરતા રેસ્ક્યુ વાન ફ્રી ન હોવાનું જણાવ્યું હતું. આ સ્થિતિ પરથી જાણી શકાય છે કે, કેટલા મોટા પ્રમાણમાં વૃક્ષ ધરાશાયી અને રેસ્ક્યૂ કામગીરી ચાલતી હશે. વધુમાં ગાર્ડન વિભાગના ડાયરેકટર જીગ્નેશ પટેલન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ શહેરમાં 57 ટીમ વૃક્ષ હટાવવાની અને ટ્રીમિંગ કરવાની કામગીરી કરી રહી છે.