વડોદરા: કોરોનાને કારણે અઢીસો વર્ષ જૂની પરંપરા તૂટી, ઐતિહાસિક નરસિંહજીનો વરઘોડો મોકૂફ - vadodara news
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક નરસિંહજીના મંદિરમાંથી દેવદિવાળીના દિવસે પરંપરાગત વરઘોડો કાઢવામાં આવે છે. આ વરઘોડામાં વડોદરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. જ્યારે NRI પણ મોટી સંખ્યામાં લાભ લેવા આવતા હોય છે. વડોદરામાં અઢીસો વર્ષની પરંપરા જાળવતો ભગવાન નરસિંહજીનો વરઘોડો માંડવીથી નીકળી તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે લઈ જવામાં આવે છે અને આખી રાત લગ્ન વિધિ બાદ વાજતે ગાજતે પરત ફરતો હોય છે. આ વરઘોડાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવે છે તેમજ આતશબાજી કરવામાં આવતી હોય છે. જ્યારે મંદિરના પ્રાંગણમાં આગલે દિવસે ભજન મંડળીઓ રમઝટ બોલાવતી હોય છે અને ભવ્ય મેળો જામતો હોય છે, પરંતુ કોરોનાને કારણે અઢીસો વર્ષ જૂની પરંપરા તૂટી છે.