બનાસકાંઠામા વરસાદથી પાકને ભારે નુકસાન, સહાય માટે ખેડુતોની સરકાર પાસે માગ - બનાસકાંઠા ન્યુઝ
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: જિલ્લાના ખેડૂતો સતત છેલ્લા ત્રણ વર્ષથી નુકસાન વેઠી રહ્યા છે. 2017માં પુર પ્રકોપ, 2018માં દુષ્કાળ અને 2019માં ફરીથી ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને મગફળી, કપાસ, બાજરી સહિતના પાકોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડુતોના પાકને ભારે નુકશાન થયુ છે. હાલમાં ચાલી રહેલી સરકારની કેબિનેટની બેઠકમાં ખેડૂતોની સહાય માટે નિર્ણય લેવામા આવે અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવી રાહત આપે તેવી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની માગ છે.