વલસાડ: વાપી કે. બી. એસ કોલેજથી રીક્ષામાં કપરાડાના રોહિયાળ તલાટ ગામની કોલક નદી પાસે આવેલા પાંડવ કુંડમાં ફરવા માટે આવેલા 4 વિદ્યાર્થીઓ પાંડવ કુંડમાં નહાવા ઉતર્યા હતા .જેમાં એક યુવક ડૂબવા માંડતા તેને બચાવવા જતા એક પછી એક એમ 5 યુવકો ડૂબ્યા લાગ્યા હતા.બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એકનો બચાવ થયો છે.
2 ગ્રુપ દમણના ડાભેલથી ફરવા આવ્યું: વાપી ખાતે આવેલી કે. બી. એસ. કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓનું 2 ગ્રુપ રીક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલા રોહિયાળ તલાટ ગામે જાણીતા પાંડવ કુંડની મુલાકાતે આવ્યા હતા. જ્યાં પાંડવકુંડમાં નાહ્વા ઉતરેલા 4 યુવકો ડૂબી જતા મોત થયું છે. જેને લઇને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે. તેની સાથે જ કોલેજના વિદ્યાર્થીમાં પણ શોકની લાગણી પ્રવર્તી છે. તો બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડેનો કાર્યક્રમ પણ યોજવાનો હોય, જો કે, આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ત્યારે એન્યુઅલ ડે પણ મોકો રખાય તેવી શક્યતાઓ છે.
કોલેજના વિદ્યાર્થીઓ ફરવા આવ્યા: વાપીની કે. બી. એસ કોલેજમાં કોમર્સમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું ગ્રુપ બે રીક્ષા કરીને રોહિયાળ તલાટ ગામે આવેલા પાંડવ કુળની મુલાકાતે આવ્યા હતા. પ્રાકૃતિક વાતાવરણ હંમેશા વિદ્યાર્થીઓને આકર્ષતું રહ્યું છે, ત્યારે સેલ્ફી પોઇન્ટ અને પ્રાકૃતિક વાતાવરણની મોજ લેવા માટે આ તમામ વિદ્યાર્થીઓ પોતાના ગ્રુપ સાથે નીકળ્યા હતા. જે 2 રીક્ષામાં કુલ 10 વિદ્યાર્થીઓ આવ્યા હતા
4ના ડૂબી જતા મોત, 1નો બચાવ: કોલેજના વિદ્યાર્થીઓ પૈકી ધનંજય, દેવરાજ, લક્ષ્મણ પુરી નામના 3 લોકો પાણીમાં નાહવા ઉતર્યા હતા. જો કે, પાણી ઉંડુ લાગતા તેઓને બચાવવા માટે આલોક પ્રદીપ શાહુ અને અનિકેત સંજીવ સિંગ નદીના પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં ડૂબી જતા 4 યુવકોનું મોત થયું હતું.
- ધનંજય લીલાધર ભોગલે ઉંમર 20 રહે ડાભેલ દમણ
- આલોક પ્રદીપ શાહે ઉંમર 19 રહે ડાભેલ દમણ
- અનિકેત સંજીવ સીંગ ઉંમર 22 રહે સોમનાથ ડાભેલ દમણ
- લક્ષ્મણ પુરી ગોસ્વામી ઉમર 22 ડાભેલ દમણ
આસપાસના લોકો મદદે આવ્યા: 4 યુવાનો પાંડવ કુંડમાં ડૂબવાની ઘટના બનતા તેમને બચાવવા માટે ઉતરેલો અન્ય એક યુવક બચી જવા પામ્યો હતો ડૂબવાની ઘટનાને લઈને થયેલી બૂમાબૂમ જોતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ડૂબેલાને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સના માધ્યમથી કપરાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે 4 યુવકોને મૃત જાહેર કરતા ગમગીની ફેલાઈ છે
કોલેજમાં રાખેલ કાર્યક્રમ રદ કરાયો: કે. બી. એસ. કોલેજમાં આયોજિત પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન અને ફેરવેલ કાર્યક્રમ કોલેજ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે કોલેજ પરિવારમાં જાણ થતા કોલેજ પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવનાર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને કોલેજના જ વિદ્યાર્થીઓના મોતની જાણકારી મળતાની સાથે જ વિદ્યાર્થીઓમાં અને કોલેજ સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ છે
મૃતકો પૈકી એકની પત્ની ગર્ભવતી: કપરાડામાં બનેલી આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા લક્ષ્મણ ગોસ્વામીની પત્ની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે, પુત્ર દુનિયામાં આવે તે પહેલા જ પિતાનું મોત થયું છે. ગર્ભમાં રહેલા પુત્ર એ પોતાના પિતાની છાયા ગુમાવી છે. આ ઘટનાની જાણ મોડી રાત સુધી લક્ષ્મણ ગોસ્વામીના પરિવારને કરવામાં આવી નહોતી. વહેલી સવારે સમગ્ર ઘટનાની જાણ કરાતા પરિવારજનોમાં આક્રંદના દ્રશ્યો જોવા મળ્યા હતા
મધ્યમ વર્ગીય પરિવારના મૃતક યુવાનો: કપરાડામાં બનેલી આ ગોઝારી ઘટનામાં 4 યુવાનોના મોત થયા છે. જેને પગલે પંથકમાં ગમગની ફેલાઈ છે. 4 મૃતક યુવાનો મધ્યમ વર્ગીય પરિવારના છે. જેમાં ધનંજય નામના યુવકના પિતા સામાન્ય ચાની લારી ચલાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આર્થિક ઉપાર્જન માટે માતા કંપનીમાં કામ કરે છે.
PM બાદ પરિજનોને મૃતદેહ સોંપવાનો આદેશ: કપરાડાના મામલતદાર અંબાલાલ ગાંવિતે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ઘટના બનતા જ વહીવટી તંત્રની ટીમ ખડેપગે છે. પરિવારજનોને સાંત્વના પાઠવી છે. તેમજ મૃતકોના પરિવારને જલ્દીથી PM કરી મૃતકની બોડી મળે તે માટેની વ્યવસ્થાઓ માટેનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ પરિવારજનોને ઘટના અંગેની જાણકારી અપાઈ છે.
આ પણ વાંચો: