મોરબીમાં ગુનેગારો બાબતે પોલીસની ઢીલ નહીં, ફાયરીંગ અને હત્યા પ્રકરણમાં ગુજસિટોક દાખલ
🎬 Watch Now: Feature Video
મોરબી: ભક્તિનગર સર્કલ નજીક ગેંગવોરની ઘટનામાં મમુ દાઢી હત્યા પ્રકરણમાં પોલીસે વધુ પાંચ શખ્સોને ઝડપી લઈને પોલીસે કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ 1 ઓક્ટોબરે પૂર્ણ થતા પાંચેયને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. મોરબીમાં ગેંગવોર અંગે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને રોકવા પોલીસે ગુજસિટોકની કલમો ઉમેરી કાર્યવાહી કરી હતી અને જિલ્લામાં ગુજસિટોક હેઠળ પ્રથમ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ રહી રહીને પણ લડાયક મૂડમાં આવી છે. જેથી મોરબીવાસીઓને રાહત મળી છે અને આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની નગરજનો સતત માગ કરી રહ્યા છે.