ગોંડલની વાસાવડી નદીમાં ભારે પૂર, અમરેલી જવાનો માર્ગ બંધ - Vasavad village
🎬 Watch Now: Feature Video
ગોંડલઃ ગોંડલ તાલુકા વાસાવડ ગામે પસાર થતી વાસાવડી નદીમાં ભારે પૂર આવ્યું છે. વાસાવડ ગામના ઉપરવાસમાં અમરેલી જિલ્લાના ગામોમાં પડેલા ભારે વરસાદને કારણે વાસાવડી નદીમાં ભારે પૂર આવ્યાં હતાં. જેને કારણે વાસાવડ ગામે નદી પરના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા હતાં. આ સાથે જ ગામમાં પ્રવેશતાં મુખ્યમાર્ગ પરના બેઠાપુલ પર પાણી ફરી વળતાં માર્ગ બંધ થઈ ગયો હતો. જેથી ગોંડલથી અમરેલી જવાનો કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.