ગાંધીજન્મ ભૂમિથી દાંડી સુધી 'સ્નેહ શાંતિ સંવાદ' પદયાત્રાનો પ્રારંભ - Gandhi to Dandi
🎬 Watch Now: Feature Video
પોરબંદર : ગાંધી જન્મભૂમિ પોરબંદર થી સ્નેહ શાંતિ સંવાદ પદયાત્રાની શરૂઆત પોરબંદરના કિર્તિ મંદિર ખાતેથી કરવામાં આવી છે. પદયાત્રાનો ઉદ્દેશ ગાંધીનો સંદેશ ફેલાવવાનો છે. 15 જાન્યુઆરીના રોજ શરૂ થયેલ આ યાત્રા અંદાજે 27 જેટલા અનેક શહેરો અને ગામડામાં જઇ ને સ્વચ્છતા સાથે અહિંસા અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે. આ સાથે નુકકડ નાટક દ્વારા ગાંધીજી ના વિચાર ને જીવંત કરાશે.સ્નેહ શાંતિ અને સંવાદ પદયાત્રા પોરબંદર સાબરમતી આશ્રમ દાંડી સુધી 57 દિવસ 9 જાન્યુઆરી સુધીમાં 900 કિલોમીટર જેટલુ અંતર કાપશે. આ ઉપરાંત આ પદયાત્રા રાજઘાટ (દિલ્હી) થી જીનીવા ( સ્વિત્ઝર્લેન્ડ ) સુધી એક વર્ષ ચાલનારી 10 હજાર કિમિ લાંબી જય જગત 2020 પદયાત્રામાં ભળી જશે. જેમાં ગુજરાતના નમ્રતા દોશી અને ગુલાલ ભાવસાર આ યાત્રામાં જશે.
Last Updated : Nov 16, 2019, 12:10 PM IST