કુઆલાલંપુર: ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરીના રોજ ભારતની અંડર-19 મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા અંડર-19 રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે કુઆલાલંપુરના બાયુમાસ ઓવલ ખાતે શરૂ થઈ ગઈ છે. ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન બાદ વધુ એક ઐતિહાસિક ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ 2024 ના અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાનું ટાઇટલ જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે. આ મેચ ગયા વર્ષના પુરુષોના T20 વર્લ્ડ કપ જેટલી જ રોમાંચક હોવાની અપેક્ષા છે.
All Eyes On The 🏆
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
🆚 South Africa
⏰ 12:00 PM IST
📍Kuala Lumpur#TeamIndia | #SAvIND | #U19WorldCup pic.twitter.com/t7LovY5RGx
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બોલિંગ માટે આમંત્રણ આપ્યું છે. અને આ નિર્ણય તેમનો ખોટો સાબિત થતો દેખાઈ રહ્યો છે. માત્ર 5 ઓવરની અંદર આફ્રિકાની 3 વિકેટ પડી ગઈ છે. જેમાં પરુણિકા સિસોદિયાએ સિમોન લોરેન્સને શૂન્ય પર બોલ્ડ કરી દીધી છે, આ સિવાય શબનમ શકીલ અને પરુણિકા સિસોદિયાએ પણ એક એક વિકેટ ઝડપી ફાઇનલ મેચમાં પોતાની જબરદસ્ત તૈયારી બતાવી છે. હાલ આફ્રિકાનો સ્કોર 6.3 ઓવરે 3 વિકેટ સાથે 30 રન છે. હાલ આફ્રિકા તરફથી તેમની કેપ્ટન કાયલા રેનેકે અને કારાબો મેસો ક્રિઝ પર ઊભા સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Let's 𝗚𝗢! 👏 👏
— BCCI Women (@BCCIWomen) February 2, 2025
Follow The Match ▶️ https://t.co/hkhiLzuLwj #TeamIndia | #SAvIND | #U19WorldCup pic.twitter.com/bYShocaMym
સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું:
ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી આઠમાંથી આઠ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું. બીજી તરફ, દક્ષિણ આફ્રિકા સાત જીત અને એક મેચ વરસાદને કારણે રદ કરીને ફાઇનલમાં પહોંચ્યું. તેમણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું અને શાનદાર પ્રદર્શન કર્યું.
TOSS 🪙
— Proteas Women (@ProteasWomenCSA) February 2, 2025
The #U19WorldCup final is about to get underway 🏆🏏.
🇿🇦 SA U19W have won the toss and have elected to BAT first.
Here's a look at our playing XI.#AlwaysRising #U19WorldCup #WozaNawe #BePartOfIt pic.twitter.com/PaLJ666vFQ
અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહેલું ભારત રવિવારે મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપના ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે ત્યારે તેનો ઉદ્દેશ સતત બીજો ખિતાબ જીતવાનો રહેશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, ટુર્નામેન્ટમાં તેની બધી છ મેચ જીતી છે. નિક્કી પ્રસાદની આગેવાની હેઠળની ટીમે અત્યાર સુધી તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ (9 વિકેટે), મલેશિયા (10 વિકેટે), શ્રીલંકા (60 રને), બાંગ્લાદેશ (8 વિકેટે), સ્કોટલેન્ડ (150 રને) અને ઇંગ્લેન્ડને (સેમીફાઇનલમાં નવ વિકેેટે) સરળતાથી હરાવ્યા છે.
- ભારત અને દક્ષિણ આફ્રિકા મહિલા વચ્ચે રમાનારી અંડર-19 મહિલા વર્લ્ડ કપ ફાઇનલના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે, જે તેનું ટીવી ચેનલો પર લાઇવ પ્રસારણ કરશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર પણ જોઈ શકાય છે.
બંને ટીમોની પ્લેઇંગ-11
દક્ષિણ આફ્રિકા: જેમ્મા બોથા, રામલકન, સિમોન લોરેન્સ, ફે કાઉલિંગ, કાયલા રેનેકે (c),કારાબો મેસો (wk), મીકે વાન વૂર્ટ, સેશ્ની નાયડુ, એશ્લે વાન વિક, મોનાલિસા લેગોડી, ન્થાબિસેંગ નિની.
POV: When you've already created history, and now it's time to enjoy the occasion 🌎🏆.
— Proteas Women (@ProteasWomenCSA) February 2, 2025
PowerPlay is done! 🇿🇦 SA U19W are 29/3 after 6 overs of the first innings in the #U19WorldCup final 🏏.#AlwaysRising #U19WorldCup #WozaNawe #BePartOfIt pic.twitter.com/Yt9ZKmgkvz
ભારત: જી. કમલિની (વિકેટકીપર), ગોંગડી ત્રિસા, સાનિકા ચલકે, નિકી પ્રસાદ (કેપ્ટન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, જોશીતા વીજે, શબનમ મોહમ્મદ શકીલ, પરુણિકા સિસોદિયા, વૈષ્ણવી શર્મા.
આ પણ વાંચો: