અમરેલી: જિલ્લામાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી હતી જેમાં મહત્વની વાત તો એ છે કે, કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારના લગ્ન હતા, આ દરમિયાન તેઓ હાથમાં તલવાર લઈને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
વરરાજા પહોંચ્યા ચૂંટણી ફોર્મ ભરવા: રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર રવજીભાઈ મહિલા નામના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ટીકુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રવજીભાઈ મહિલાએ પોતાના લગ્ન અગાઉ ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આમ, વરરાજા તલવાર લઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉપરાંત તેમણે બાલિકામાં ભવ્ય વિજય થવાની આશા પણ વ્યક્ત કરી હતી.
ચૂંટણીમાં એક નવો વળાંક: ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રતિક્રિયામાં ઉપસ્થિત રહી ફોર્મ ભરાવી રહ્યા છે. ત્યારે આજે લાઠી પાલિકાની ચૂંટણીમાં નવા સમીકરણો સાકાર થયા છે. લાઠી પાલિકામાં યુવા ભાજપના ઉપપ્રમુખ ભાજપ સામે થયા છે. નારાજ યુવા ભાજપના ઉપપ્રમુખની પત્નીએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. આમ, જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ હિરેનભાઈના ધર્મ પત્નીએ કોંગ્રેસમાંથી દાવેદારી કરી છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઉપરાંત આજે સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
ઉમેદવારોના નામની યાદી જાહેર: તમને જણાવી દઈએ કે, અમરેલી જિલ્લામાં આવેલી નગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનાર છે, જેને લઇને હાલ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, લાઠી, સાવરકુંડલા અને ચલાલા વિસ્તારમાં ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: