ડાંગ: જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતાં રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટહાઉસની સામેના ઘાટમાં નાશિક તરફથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
બસનો ગંભીર અકસ્માત: પ્રાપ્ત માહિતી અનુસાર, સાપુતારા નજીક એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ચારધામની યાત્રા કરીને પરત ફરી રહેલી એક ખાનગી બસ (નંબર UP 92 AT 0364) 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ બસમાં મધ્યપ્રદેશના 48 જેટલા પ્રવાસી સવાર હતા. ઇજા પામનાર મુસાફરો પૈકી 35 જેટલા ઘાયલોને CHC શામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી: આ ગંભીર અકસ્માતમાં 2 મહિલા અને 3 પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યાં છે. બસમાં 48થી વધુ યાત્રાળુઓ સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી ખીણમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં અન્ય અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
મધ્યપ્રદેશના યાત્રીઓ ઘાયલ થયા: ઉત્તર પ્રદેશની આ બસ છે જેમાં 48 ઘાયલોને નજીકના CHC સામગહાન ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 1ને સુરત સિવિલ હૉસ્પિટલમાં રિફર કરાયા છે. જ્યારે 17ને આહવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુસાફરો ઉત્તર પ્રદેશની ગાડીમાંથી ગુના, શિવપુરી,અશોકનગરના રહેવાસીઓ ઘાયલ થયા છે. જેમાંના રતનલાલ જાટવ, ભોલારામ કોસવા બીજરોની યાદવ (પપ્પુ), ગુરીબાઇ રાજેશ યાદવ, કમલેશબાઈ બિરપાલ યાદવ, ભોઈ રામ કોરસાવા ઘાયલ થયા છે.
આ પણ વાંચો: