ETV Bharat / entertainment

આજે હૈદરાબાદમાં એડ શીરન, રામોજી ફિલ્મ સિટીમાં અરમાન મલિક સાથે ધૂમ મચાવશે - ED SHEERAN INDIA TOUR 2025

'શેપ ઓફ યુ' ફેમ ગાયક એડ શીરન આજે હૈદરાબાદમાં વિશ્વના સૌથી મોટી રામોજી ફિલ્મ સિટીમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે.

આજે હૈદરાબાદમાં એડ શીરન, રામોજી ફિલ્મ સિટીમાં અરમાન મલિક સાથે ધૂમ મચાવશે
આજે હૈદરાબાદમાં એડ શીરન, રામોજી ફિલ્મ સિટીમાં અરમાન મલિક સાથે ધૂમ મચાવશે ((Tour Poster/ETV Bharat))
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2025, 11:16 AM IST

હૈદરાબાદ: શેપ ઓફ યુ, પરફેક્ટ, મેરી ક્રિસમસ જેવા ગીતોથી દુનિયાભરના લોકોને મંત્રમુગ્ધ કરનાર સિંગર અને ગીતકાર એડ શીરન ભારત પ્રવાસે છે. તે 30 જાન્યુઆરીએ પુણેમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપી ચૂક્યો છે અને હૈદરાબાદમાં પણ પર્ફોર્મ કરવા માટે તૈયાર છે. આજે, એડ શીરન હૈદરાબાદમાં સ્થિત સૌથી મોટી રામોજી ફિલ્મ સિટીમાં પરફોર્મ કરશે, જે 2000 એકરમાં ફેલાયેલો ફિલ્મ સ્ટુડિયો છે જ્યાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. ખાસ વાત એ છે કે, બોલિવૂડના ફેમસ સિંગર અરમાન મલિક પણ તેમની સાથે સ્ટેજ શેર કરશે, જેના કારણે ચાહકોને ડબલ ટ્રીટ મળવાની છે. તમને જણાવી દઈએ કે, એડ શીરન તેમના '+ - = ÷ x' પ્રવાસ દરમિયાન ભારતના 6 શહેરોમાં પરફોર્મ કરવાના છે. આ પહેલા તેમણે 30 જાન્યુઆરીએ પુણેમાં હંગામો મચાવ્યો હતો. હૈદરાબાદમાં આ તેમનો બીજો કોન્સર્ટ છે.

શો કેટલા વાગ્યે શરૂ થશે: આજે અરમાન મલિક રામોજી ફિલ્મ સિટી ખાતે એડ શીરન સાથે સ્ટેજ શેર કરશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અરમાન મલિક એડ શીરાનના શોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શન સાંજે 6 વાગ્યે શરૂ થશે અને આ સાંજ ખૂબ જ ધમાકેદાર રહેશે તેમાં કોઈ શંકા નથી. એડ શીરનના શોમાં અરમાન મલિકની એન્ટ્રી દર્શકો માટે ડબલ ટ્રીટ જેવી છે.

ટિકિટ કેવી રીતે બુક કરવી: તમે બુક માય શો દ્વારા સાંજે 4 વાગ્યા સુધી કોન્સર્ટ ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકો છો. જેમાં ₹ 5000, ₹ 9500 અને ₹ 26,000 ના સ્લોટ ઉપલબ્ધ છે. એક પ્રેક્ષક એક સમયે 6 ટિકિટ બુક કરી શકે છે. આ કોન્સર્ટનું સ્થળ રામોજી ફિલ્મ સિટીના બાહુબલી સેટ પર છે. બોક્સ ઓફિસ પર એક પિકઅપ પોઈન્ટ છે.

એડ શીરનનો ભારત પ્રવાસ

30 જાન્યુઆરી: યશ લૉન્સ, પુણે

02 ફેબ્રુઆરી: રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ ખાતે

05 ફેબ્રુઆરી: વાયએમસીએ ગ્રાઉન્ડ, ચેન્નાઈ ખાતે

08 ફેબ્રુઆરી: નાઇસ ગ્રાઉન્ડ્સ, બેંગલુરુ ખાતે

12 ફેબ્રુઆરી: જેએન સ્ટેડિયમ, શિલોંગ

15 ફેબ્રુઆરી: વેજર વેલી ગ્રાઉન્ડ, દિલ્હી એનસીઆર ખાતે

એડ શીરનનો 2024નો મુંબઈ કોન્સર્ટ શાનદાર હતો, ત્યારબાદ જ્યારે તેણે પોતાના ભારત પ્રવાસની જાહેરાત કરી, ત્યારે ભારતીય ચાહકો તેના કોન્સર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હૈદરાબાદ પછી, શીરન 5 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં પરફોર્મ કરશે, જ્યારે તેનો ભારત પ્રવાસ 15 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પરફોર્મન્સ સાથે સમાપ્ત થશે.

આ પણ વાંચો:

  1. લાઈવ કોન્સર્ટમાં મહિલાના હોઠ પર કિસ કરતો, ઉદિત નારાયણનો વિડીયો થયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.