અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, ધજા પતાકાઓ સાથે મંદિર જય અંબેના નાદથી ગૂંજી ઊઠ્યું - banaskantha police
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16315551-thumbnail-3x2-ambajipilgrim.jpg)
અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. અહીં શરૂઆતના ત્રણ દિવસ સુખેથી સંપન્ન થયો છે. જોકે અત્યાર સુધી અહીં 10,00,000 લાખ જેટલા ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો છે. બીજી તરફ હજી પણ મેળાને 2 દિવસ બાકી હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી શક્યતા છે. તો અહીં મેળાના ચોથા દિવસે કોઈ પણ પ્રકારની મોટી ઘટના બની નથી. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, યાત્રાળુઓ માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મંદિરમાં પણ અનેક ધજા પતાકાઓ સાથે મંદિર પરિસર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઊઠ્યું છે. banaskantha police, ambaji temple, ambaji temple bhadarvi poonam, devotees crowd.