અમદાવાદ: મહેસાણાના કડી ખાતે 72 કડવા પાટીદાર ચુવાળ સમાજના સમુહ લગ્નના કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. આ દરમિયાન નિતીન પટેલે સીદી સૈયદ જાલી વાલી મસ્જિદ પર નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદને ઠેર ઠેર ચર્ચાને જન્મ આપ્યો છે.
નીતિન પટેલે કહ્યું હતું કે, 'પહેલા કોંગ્રેસની સરકાર હતી અને બહારથી મહેમાનો આવતા હતા, ત્યારે સીદી સૈયદની જાળીની પ્રતિમા ભેટ આપવામાં આવતી હતી. ઇતિહાસમાં અને ચોપડીઓમાં તમે જોયું હશે કે આખા દેશને તેનાથી કોઈ લેવાદેવા નથી. ગુજરાતની સંસ્કૃતિને તેના સાથે કોઈ લેવાદેવા નથી.'
નીતિન પટેલનું પોતાનું મત: આ મુદ્દે સીદી સૈયદની જાળીના વહીવટદાર અને અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના કેરટેકર ઈકબાલ હુસેન માલવતે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "નિતેન પટેલે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના સમયમાં જાળી ભેટ સ્વરૂપે અપાતી હતી હવે સરદાર પટેલની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ નીતિન પટેલનું પોતાનું મત છે."

યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો: સીદી સૈયદની જાળી વિશે જણાવતા તેમણે કહ્યું કે, "જાળી વાળી મસ્જિદનું મહત્વ એમની સ્થાપના થઈ ત્યારથી જ રહેલું છે. દેશ-વિદેશના ટુરિસ્ટો તેને જોવા માટે આવે છે. અમદાવાદ શહેરને યુનેસ્કો (UNESCO) દ્વારા જે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે આ તે માટે મહત્વનું યોગદાન આ જાળી હતી. સીદી સૈયદની જાળી વાળી મસ્જિદ આખા દેશની ધરોહર છે."

આ સરકારની નીતિનો પ્રશ્ન છે: ભૂતકાળની વાત યાદ કરાવતા ઈકબાલ હુસેન માલવતે કહ્યું કે, "2017માં જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિન્ઝો આબે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મસ્જિદની મુલાકાત લીધી હતી અને જાળીને નિહાળી હતી. એટલે આ સાબિત કરવાનું રહેતું નથી કે, આ જાળી સંસ્કૃતિ સાથે સંકળાયેલ નથી. જાલી વાળી મસ્જિદ અમદાવાદ શહેરનું બાંધકામનું ઉત્તમ નમૂનો છે. પહેલા જાળી વાળી મસ્જિદનું મોમેન્ટો આપાતો હતો પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) નું મુવમેન્ટ અપાય છે આ સરકારની નીતિનો પ્રશ્ન છે. પરંતુ જાળી વાળી મસ્જિદનું મહત્વ એનાથી ઓછું થઈ જતું નથી. જાળી વાળી મસ્જિદ એએસઆઈના અંડરમાં છે અને અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી એનું વહીવટ અને સંચાલન કરે છે."

મસ્જિદનો ઉપયોગ ઓફિસ તરીકે: ઉલ્લેખનીય છે કે, સીદી સૈયદની મસ્જિદ 1572 થી 1573માં યમનથી આવેલા સુલતાન નસીરુદ્દીન મહેમુદ ત્રીજાના ગુલામ સીદી સૈયદ દ્વારા બનાવવામાં આવી હતી. આ મસ્જિદ પથ્થર પર કોતરેલી વેલા, વૃક્ષો, તાળના વૃક્ષો વગેરેની સુંદર સુશોભન માટે વિશ્વમાં પ્રખ્યાત છે. બ્રિટિશ શાસન દરમિયાન આ મસ્જિદનો ઉપયોગ ઓફિસ તરીકે થયો હતો.

આ ભવ્ય મસ્જિદ તેની અનોખી રીતે શણગારેલી અર્ધવર્તુળાકાર બારીઓના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. જે દિવાલના પશ્ચિમ અને ઉપરના ભાગમાં બનેલી છે. તેમાંથી ખાસ કરીને દિવાલ પરની બે બારીઓ જે વિસ્તૃત ઉત્કૃષ્ટ કુદરતી ડિઝાઇન ધરાવે છે. આ ભારતમાં બીજા ક્યાંય પણ સમાન કારીગરી માટે અનન્ય છે.
આ પણ વાંચો: