અમદાવાદ: અમરેલી લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે. પાયલ ગોટીએ હાઇકોર્ટમાં પિટિશન કરી અને નીર્લિપ્ત રાય દ્વારા સોપાયેલો રિપોર્ટ માંગ્યો છે. આની સાથે એસ.પી સંજય થરાદ અને પોલીસ સામે કાર્યવાહી કરવા માટે પિટિશનમાં માંગ કરી છે.
પાયલ ગોટીની હાઈકોર્ટમાં પિટિશન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં થયેલ લેટર કાંડ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પાયલ ગોટી કેસમાં તેના અપાયેલા નિવેદન અને કોંગ્રેસના મોટાપાયે વિરોધ બાદ આ સમગ્ર મામલે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ નિર્લિપ્ત રાય અમરેલી ગયા હતા અને ત્યાં જઈને સમગ્ર મામલે પાયલ ગોટી સહિતના અન્ય આરોપીઓ અને પોલીસ વિભાગના લોકો સાથે વાતચીત કરી આ મામલે તપાસ કરી હતી. ત્યાર પછી એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. એ રિપોર્ટ ડીજીપીને તો સોંપી દેવામાં આવ્યો પણ તેના પર હજુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેને લઈને પાયલ ગોટી આજે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
પિટિશનમાં શું માંગ કરાઈ?
આ મુદ્દે પાયલ ગોટીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી પિટિશન માંગ કરી છે કે, 13 જાન્યુઆરીએ પાયલ ગોટીએ લેખિત અરજી કરી પણ કંઈ પણ પગલા લેવાયા નહીં. નીર્લિપ્ત રાયની તપાસ પૂરી થઈ ગઈ અને રિપોર્ટ પણ સબમિટ થઈ ગયો. પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રિપોર્ટ પર કોઈ પણ જાતના પગલા ડીજીપી વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યા નથી. તેણે માંગ કરી છે કે, એસ.પી સંજય થરાદ વિરુદ્ધ કાર્યસરના પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવે. પાયલ ગોટીએ માંગ કરી છે કે, મને પૂરે પૂરો ન્યાય મળે અને અન્ય કોઈ દીકરી સાથે આવું વર્તન ન કરવામાં આવે.
આ મુદ્દે વકીલ આનંદ યાગ્નિકે જણાવ્યું હતું કે, નીર્લિપ્ત રાયે રિપોર્ટ સોંપ્યા પણ એક મહિનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ પણ કાર્યવાહી નથી થઈ. જે પોલીસની નિષ્ક્રિયતા બતાવે છે. પાયલ ગોટી એ જાન્યુઆરીમાં ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી હતી. ડીઆઈજી નીર્લિપ્ત રાયને ઇન્કવાયરી સોંપવામાં આવી ઇન્કવાયરી પતી ગઈ અને તેનો રિપોર્ટ સોંપવામાં આવ્યો. જેને એક મહિનો થવા આવ્યો હજી સુધી એ રિપોર્ટ પર ડીજીપીએ કોઈ FIR નોંધી નથી.
આ પણ વાંચો: