નવી દિલ્હી: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ, BCCI એ કેટલાક કડક પગલાં લીધાં હતા અને ખેલાડીઓને આપવામાં આવતી ઘણી સુવિધાઓ બંધ કરી દીધી હતી. એમાં વિદેશ પ્રવાસ પર જતા પરિવારો અંગે પણ નવા નિયમો બનાવવામાં આવ્યા હતા. જોકે, આ નિયમો પર અપીલ બાદ, BCCI એ ઉદારતા દાખવી છે. પ્રવાસ પર જતા પરિવારોને લઈને BCCIએ મોટો નિર્ણય લીધો છે.
એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટરો સમગ્ર વિદેશ પ્રવાસ પર તેમની પત્નીઓ અને પરિવારના સભ્યોને સાથે લઈ જતા હતા, પરંતુ હવે એવું નથી. ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખેલાડીઓના અતિરેક અને હાર બાદ BCCI એ 10-પોઇન્ટ નિયમો સાથે ક્રિકેટ સુધારવાની તૈયારી કરી છે.

આમાં એક નવી મુસાફરી નીતિનો પણ સમાવેશ થાય છે, જે બુધવારથી પાકિસ્તાન અને દુબઈમાં શરૂ થઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીથી અમલમાં આવી રહી છે. આ ટુર્નામેન્ટ 9 માર્ચ સુધી ચાલશે. ભારતે તેની ત્રણેય ગ્રુપ મેચ દુબઈમાં રમવાની છે. જો રોહિત શર્માની ટીમ સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચે છે, તો તે મેચો પણ દુબઈમાં જ યોજાશે.
BCCI એ નિયમોમાં ફેરફાર કર્યા:
અગાઉ એવા સમાચાર હતા કે, ભારતીય ક્રિકેટરોની પત્નીઓ કે પરિવારના સભ્યો ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની સાથે નહીં જાય, પરંતુ BCCIના એક સૂત્રએ દૈનિક જાગરણને જણાવ્યું હતું કે જો કોઈ ખેલાડી પોતાના પરિવારને દુબઈ લઈ જવા માંગે છે, તો તે એક મેચ માટે તેમને સાથે લઈ જઈ શકે છે. ભારતે 20મીએ બાંગ્લાદેશ, 23મીએ પાકિસ્તાન અને 2 માર્ચે ન્યુઝીલેન્ડનો સામે મેચ રમશે.
BCCI reverses its decision, allowing Indian cricketers to bring their families to Dubai for just one match of the ICC Champions Trophy. 🏏
— OneTurf News (@oneturf_news) February 18, 2025
📸: ICC/BCCI#oneturfnews #championstrophy2025 #ct2025 #teamindia #championstrophy #bccirules #rohitsharma #cricket pic.twitter.com/MuJsq4zXto
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે ટી'મ મેનેજમેન્ટના એક ટોચના વ્યક્તિએ દુબઈ જતા પહેલા BCCI સચિવ દેવજીત સૈકિયા સાથે વાત કરી હતી. આમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આ ટુર્નામેન્ટ ખૂબ જ નાની છે. જો કોઈના પરિવારના સભ્યોને જવું પડે, તો શું તેઓ BCCI ને કહી શકે છે કે તેઓ કઈ મેચમાં જવા માંગે છે? તેમને તે મુજબ પરવાનગી આપવામાં આવશે.'
BCCI ને યાદી સુપરત કરવામાં આવી
ટીમ મેનેજમેન્ટ દ્વારા આ યાદી BCCI ને સુપરત કરવાની હતી. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આખી ટીમ દુબઈમાં છે અને તેથી જ શરૂઆતથી કોઈનો પરિવાર તેમની સાથે ગયો નથી કારણ કે અત્યાર સુધી દરેક ખેલાડીને ફક્ત એક જ મેચ માટે તેના પરિવારને સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તેમણે એ નથી કહ્યું કે કોઈ ખેલાડીએ પરવાનગી માંગી હતી કે નહીં.
તેમણે કહ્યું કે, હવે એ ખેલાડી પર નિર્ભર છે કે તેનો પરિવાર કોઈ મેચમાં જશે કે નહીં. ઘણા લોકો થોડા સમય માટે પોતાના પરિવારને પણ સાથે લઈ જઈ શકતા નથી. BCCI ની નવી નીતિ હેઠળ, જો ટીમ 45 દિવસ કે તેથી વધુ સમય માટે ભારતની બહાર હોય, તો ખેલાડીની પત્ની અને બાળકો (18 વર્ષથી ઓછી ઉંમરના) વધુમાં વધુ બે અઠવાડિયા સુધી તેની સાથે રહી શકે છે. ટૂંકા પ્રવાસોમાં આ મર્યાદા એક અઠવાડિયાની છે. આ નીતિમાંથી કોઈપણ વિચલન માટે કોચ, કેપ્ટન અને જીએમ ઓપરેશન્સની પરવાનગી લેવી પડશે. આ સિવાયના સમયગાળા માટે BCCI કોઈ ખર્ચ ઉઠાવશે નહીં.
આ પણ વાંચો: