ખેડામાં દશેરાની ઉત્સવભેર ઉજવણી - latest news of nadiyad
🎬 Watch Now: Feature Video

ખેડા: નડિયાદ અને કપડવંજ સહિતના સ્થળોએ વિજયાદશમી નિમિત્તે રાવણ દહન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તેમજ કપડવંજમાં કોલેજના ગ્રાઉન્ડ ઉપર વિશાળ ઊંચાઈનું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. બપોર બાદ રામ,લક્ષ્મણ, સીતાજી સાથે રાવણ બગીમાં સવાર થઇને દશેરાની શોભાયાત્રા રાજમાર્ગો પર ફરી હતી. રાવણ દહન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડ પર ઉમટ્યા હતા. વિવિધ સ્થળોએ ચાલતા પરંપરાગત શેરી ગરબામાં વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ વિવિધ પાત્રો ભજવ્યા હતા.વેષભૂષાએ ગરબામાં અનોખું આકર્ષણ જમાવ્યું હતુ.