રાજકોટ: અડધી રાતે આતંક મચાવનાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા - latest news updates of rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના રાજનગર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે બે યુવાનો નશાની હાલતમાં રસ્તા પર આવેલી દુકાનો બંધ કરાવીને એક પુરુષ પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હતો. જેને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, હર કિશન જાડેજા અને નવદીપ જાડેજા નામના બન્ને ઈસમો દ્વારા રાજનગર ચોકમાં ધંધાની હરીફાઈ મુદ્દે અને આંતરીક મામલે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે પોલીસે માલવીયાનગર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
Last Updated : Nov 14, 2019, 12:00 PM IST