જુનાગઢઃ 28મી ફેબ્રુઆરી સુધી હજુ પણ ઠંડા દિવસો જોવા મળશે, ત્યાર બાદ પહેલી માર્ચથી ઉનાળાની ગરમીની શરૂઆત થઈ શકે છે. તેવું અનુમાન જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, હાલ દિવસ અને રાત્રી તેમજ વહેલી સવારના સમયમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે 1લી માર્ચથી પૂરો થશે અને ત્યારબાદ દિવસ અને રાત્રિના તાપમાનમાં ક્રમશઃ વધારો થતા ઉનાળાની ગરમીની શરૂઆત થતી જોવા મળશે.
હજુ દસ દિવસ ઠંડા દિવસો ત્યારબાદ ગરમી
28 ફેબ્રુઆરી સુધીના દિવસો ઠંડા દિવસો તરીકે શિયાળામાં બાકી રહેતા જોવા મળે છે, 1લી માર્ચથી સમગ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઈ જશે, તેવું અનુમાન જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, હાલ દિવસ અને રાત્રિના સમયમાં ઠંડી અને ગરમીની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જે દસ દિવસ બાદ પૂર્ણ થશે અને વિધિવત રીતે ઉનાળાની ગરમીની શરૂઆત થશે.
હાલ વહેલી સવાર અને સાંજના સમયે તાપમાન 14 થી 15 ડિગ્રી જોવા મળે છે, જે દિવસ દરમિયાન ૩૪ થી ૩૫ ડિગ્રી સુધી થતું જોવા મળી શકે છે. આગામી દિવસોમાં ગરમી વધવાની સાથે ધીમે ધીમે બેવડી ઋતુ ઓછી થતી જોવા મળશે અને દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો થતા ઠંડી ઓછી થતી જોવા મળશે.
![હજુ દસ દિવસ ઠંડા દિવસો ત્યારબાદ ગરમી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-02-2025/gj-jnd-03-weather-vis-01-byte-01-pkg-7200745_17022025140522_1702f_1739781322_274.jpg)
1લી માર્ચથી તાપમાન 35 ડીગ્રીને પાર
આગામી દસ દિવસ દરમિયાન એટલે કે 22 થી 25 તારીખ સુધીમાં દિવસનું તાપમાન 36 થી 37 ડિગ્રી થતું જોવા મળશે, ત્યારબાદ પહેલી માર્ચ થી વિધિવત રીતે ઉનાળાની ગરમીની શરૂઆત થતી જોવા મળશે. દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ પહેલી માર્ચથી વધારો થતો જોવા મળશે અને દિવસ દરમિયાન 38 ડિગ્રી સુધીનું તાપમાન માર્ચ મહિનામાં જોવા મળી શકે છે, હાલ રાત્રિના તાપમાનમાં પણ ઠંડક જોવા મળે છે, તેમાં પહેલી માર્ચથી બે થી લઈને પાંચ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
![જુનાગઢ હવામાન વિભાગે ઉનાળાની ગરમીને લઈને આગાહી કરી વ્યક્ત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-02-2025/gj-jnd-03-weather-vis-01-byte-01-pkg-7200745_17022025140522_1702f_1739781322_133.jpg)
જેને કારણે રાત્રિનું તાપમાન પણ 17 થી 19 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે, આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતા એકદમ નહિંવત જોવા મળશે તેમજ આકાશ એકદમ સ્પષ્ટ અને ચોખ્ખું દેખાશે અને માર્ચ મહિનાના સમયમાં પવનની ગતિ પણ ખૂબ જ મર્યાદિત રહેતા લોકોને પકડાવનારી ગરમીનો સામનો પણ કરવો પડી શકે છે, તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો