ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ: કરોડોના કોકેઈન સાથે ઝડપાયેલ નાઈજિરિયન મહિલાએ કર્યા મોટો ખુલાસો - NAVSARI DRUG CASE

તાજેતરમાં નવસારી હાઇવે પર નાઈજિરિયન મહિલા પાસેથી કરોડોનું કોકેઇન ડ્રગ ઝડપાયું હતા. આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) મોટો ખુલાસો કર્યો છે.

કોકેઇન ડ્રગ સાથે નાઈજિરિયન મહિલા
કોકેઇન ડ્રગ સાથે નાઈજિરિયન મહિલા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 20, 2025, 8:36 AM IST

નવસારી : તાજેતરમાં નવસારી હાઇવે પર નાઈજિરિયન મહિલા પાસેથી કરોડોનું કોકેઇન ડ્રગ ઝડપાયું હતા. આ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) મોટો ખુલાસો કર્યો છે. 17 ફેબ્રુઆરીના રોજ બાતમીના આધારે SMCએ મુંબઈથી કામરેજ જતી એક નાઈજિરિયન મહિલાને નવસારી હદમાં રોકી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી 1,49,51,000 રૂપિયાની કિંમતનું 159.510 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું.

ડ્રગ્સ સપ્લાય કરતી નાઈજિરિયન મહિલા : નાઈજિરિયન મહિલાની પૂછપરછમાં ખુલ્યું કે, તે નાઈઝેરિયામાં રહેતા ઇલ્ડર નામના ઇસમના કહેવાથી મુંબઈના વસઈ હાઇવે પરથી ઈમાનુંએલ નામના ઈસમ પાસેથી કોકેઇનનો જથ્થો મેળવી કડોદરા ખાતે પહોંચાડવા જતી હતી. વધુમાં, મહિલાએ અગાઉ નવસારી, પલસાણા, કડોદરા અને સુરત વિસ્તારમાં 10-12 વાર કોકેઇનની ડિલિવરી કર્યાનું કબૂલ્યું છે.

નાઈજિરિયન શખ્સની સંડોવણી : આ કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ પેડલર રેકેટનો ભાંડાફોડ થયો છે. SMCએ કોકેઇન પુરવઠો પૂરો પાડનારની મુંબઈ વસઈના ઇસમ અને કામરેજમાં ડ્રગ્સ લેવા આવનાર અજાણ્યા ઇસમોની શોધખોળ શરૂ કરી છે. વધુમાં આરોપી નાઈજેરિયન મહિલાને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી ડ્રગ્સ રેકેટમાં જોડાયેલા અન્ય ઇસમો સુધી પહોંચવું શક્ય બને.

ગૃહમંત્રીએ SMCના વખાણ કર્યા : પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ મહિલા મુંબઈથી સુરત ડ્રગ્સ પહોંચાડવા માટે મુસાફરી કરી રહી હતી અને હાઈવે પર એક ગાડીમાંથી પકડાઈ હતી. આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી સેલે માદક પદાર્થોની હેરાફેરી રોકવામાં વધુ એક સફળતા નોંધાવી છે. માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે SMC સતત કાર્યરત છે અને આ કિસ્સો તેમની ઝડપ અને કુશળતાનો ઉદાહરણ છે.

  1. નવસારી: નાઈજેરિયન મહિલા કોકેઈન સાથે ઝડપાઈ, SMCને ગૃહમંત્રીએ પાઠવ્યા "અભિનંદન"
  2. ખંભાતમાં ઝડપાઈ "ડ્રગ ફેક્ટરી" : ATSના દરોડામાં કરોડોના પ્રતિબંધિત ડ્રગ સાથે છ ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.