ETV Bharat / state

ગુજરાતીઓમાં ભાષા પ્રીતિ કે ભાષાભીમાન ઘટ્યું છે? શા માટે? જાણો પરેશ દવેના વિગતવાર અહેવાલમાં - INTERNATIONAL MOTHER LANGUAGE DAY

જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત રઘુવીર ચૌધરી, લોક-ગાયક ઓસમાણ મીર, નેશનલ એવોર્ડ વિજેતા માનસી પારેખ અને જય વસાવડા ગુજરાતી ભાષા માટે શું વિચારો વ્યક્ત કરે છે?

વિશ્વ માતૃભાષા દિવસ
વિશ્વ માતૃભાષા દિવસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2025, 4:35 PM IST

Updated : Feb 21, 2025, 6:32 PM IST

પરેશ દવે, અમદાવાદ: ગુજરાતી ભાષા ભારતની મહત્વની ભાષા છે. નરસિંહ મહેતાના ભજનોથી મહાત્મા ગાંધીની આત્મકથા, અખાના છપ્પા, નર્મદની નર્મ વાણી તો અવિનાશ વ્યાસનું સુગમ સંગીત. ગુજરાતી ભાષાની કિંમતી જણસ છે. 21, ફેબ્રુઆરીનો દિવસ માતૃભાષા દિવસ છે, ત્યારે ગુજરાતી ભાષાની મધુરતા અને વિશેષતાને જાણીએ...

મધુરી અને સત્યનો પડઘો પાડતી માતૃભાષા એટલે ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષા માટે એવું કહેવાય છે કે ઇન્ડો-આર્યન ભાષાથી ઉદ્દભવી છે. ગુજરાતી ભાષા એ ગુજરાતીપણા અને ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. પંડિતોથી લઈ, સાધકો, ભક્તો, વેપારી, ખેડૂતો, શ્રમિકો, ડાયોસ્પોરા ગુજરાતી, કળા કસબીઓ અને રાજકરાણીઓની ગુજરાતી ભાષાનો લહેકો અને તેના શબ્દ ભંડોળ અનોખું અને વિશેષતાથી તરબોળ રહ્યું છે. ગુજરાત પ્રદેશ અને જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ગુજરાતી ભાષા બોલાય છે. પાકિસ્તાનના મેમણ, લોહાણા અને સિંધી સમુદાય પણ ગુજરાતી બોલાય છે, એવું મનાય છે કે, હાલ બોલાતી ગુજરાતી ભાષા 700 વર્ષથી બોલાય છે. વર્ષ - 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા 5.56 કરોડ દેશમાં છે, જ્યારે અમેરિકા સહિત વિદેશમાં વસતા આશરે એક કરોડ ગુજરાતીઓનો સમાવેશ કરીએ તો વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા 6.55 કરોડની છે. વર્ષ-2007ના પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં ગુજરાતી ભાષાનો ક્રમ 26મો છે.

વિશ્વ માતૃભાષા દિવસ પર રઘુવીર ચૌધરીએ શું કહ્યું? (ETV Bharat Gujarat)

ગુજરાતી ભાષાનો ઈતિહાસ રોચક છે
ગુજરાતી ભાષા આર્યકૂળની ભાષા છે. એવું કહેવાય છે કે, ગુર્જર કે ગુજર લોકો પરથી ગુજરાત અને ગુજરાતી શબ્દ ઉતર્યો હોય. પાંચમી સદીમાં ગુજરાતી ભાષાનું ચલણ વધતું ગયું. પ્રમાણિત ઈતિહાસ પ્રમાણે 12મી સદીથી ગુજરાતી ભાષાની માહિતી ઐતિહાસિક સ્રોતોથી ઉપલબ્ધ છે. આ આરંભનો સમય ગણાવી શકાય. આ સમયે ગુજરાતી સાહિત્યમાં જૈન મુનીઓના સર્જન પ્રમુખ રહ્યાં, જેમાં રસ, ફાગુ અને વિલાસ મહત્વના હતા. આ સમય બાદ 15 તી 17મી સદીનો ગાળો ગુજરાતી ભાષા માટે મધ્ય સમય કહેવાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કચેરીનું કામકાજ ફારસી ભાષામાં થતું જેની છાંટ બોલાતી ગુજરાતી પર પડી.

16મી સદીમાં નરસિંહ મહેતા અને ભાલણના સર્જનોની ગુજરાતી ભાષા અને ગુજરાતી સમાજ પર મોટી અસર પડી. 17મી સદીની વાત કરીએ તો અમદાવાદના અખા અને વડોદરાના પ્રેમાનંદ ભટ્ટ અને શામળદાસ ભટ્ટે પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય પર ઘેરી અસર છોડી. ગુજરાતી અર્વાચીન ભાષાનો કાળ 17 અને 18મી સદીમાં આરંભાયો. જેમાં અંગ્રેજી, પોર્ટુગીઝ ભાષાના શબ્દો અને તેની અસર જોવા મળી. 19મી સદીના આરંભે ગુજરાતી ભાષા માટે નવજાગૃતિનો કાળ કહી શકાય. કવિ દલપતરામ અને નર્મદના સાહિત્ય, વિચાર અને ભાષાની ગુજરાતી સમાજ પર મોટી અસર પડી. આ સાથે નરસિંહરાવ દિવેટીયા, મણીશંકર રતનજી ભટ્ટ અને બળવંતરાય ઠાકોરના વૈચારિક સર્જનોએ પણ ગુજરાતી ભાષાને બદલી અને સમાજ પર અસર પાડી.

ત્યાર બાદ આઝાદી કાળમાં પોતાના લખાણ દ્વારા મહાત્મા ગાંધી, કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ સાહિત્યિક સાથે સામાજિક ચેતના જગાવી. અઘરા લખાણ કરતાં સરળ લખાણ કેન્દ્ર સ્થાને આવ્યું. 20મી સદીમાં 80માં દાયકાથી ગુજરાતી ભાષામાં શહેરી છાંટ સાથે અંગ્રેજી મિશ્રિત ગુજરાતી ભાષા બોલચાલમાં આવતી ગઈ. 20મી સદીમાં ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ધુમકેતુની સમાજ પર મોટી અસર રહી. 19મી સદીમાં કલાપી સાથે 20મી સદીમાં ઝવેરચંદ મેઘાણીની મોટી અસર સમાજ અને ભાષામાં ઝીલાઈ. 21મી સદીમાં ગુજગ્લીશની બોલચાલ વધતી ગઈ.ગુજરાતી ભાષાને બચાવવા ઉંઝા જોડણી કોષના અમલ માટે પ્રયાસો થયા. ચંદ્રકાંત બક્ષી, ગુણવત શાહ, ધ્રુવ ભટ્ટ, રમેશ પારેખ, મરીઝ, ઘાયલ, સુરેશ દલાલ, કાજલ ઓઝા વૈદ્ય વધુ વંચાતા જાય છે. ગુજરાતી ભાષાએ પોતાની ઐતિહાસિક યાત્રામાં ભાષા સમૃદ્ધિ સાથે ગુજરાતી સમાજ ઘડતરમાં વિરલ ભૂમિકા ભજવી છે.

ગુજરાતી ભાષાનો સમૃદ્ધ વારસો છે, એ ટકવાની જ છે: રઘુવીર ચૌધરી
ગુજરાતીએ જૂની ભાષા છે. ગુજરાતી ભાષાનો સમૃદ્ધ વારસો છે એટલે ગુજરાતી ભાષા ટકશે જ. ઘરમાં પણ ગુજરાતીમાં બોલાય છે એટલે ગુજરાતી ભાષા ઓછી બોલાતી જશે એવું નહી થાય. ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાથી લઈને આધુનિક સર્જકોનો વારસો છે, જે ભાષાને ટકાવશે. ગુજરાતી ભાષા માટે ચિંતા કરવા જેવું નથી એ ટકશે જ.

વિશ્વ માતૃભાષા દિવસ પર ઓસ્માન મીરે શું કહ્યું? (ETV Bharat Gujarat)

મને ગૌરવ છે, હું ગુજરાતી ભાષાનો કલાકાર છું: ઓસમાન મીર
મને ગૌરવ છે કે હું ગુજરાતી ભાષાનો કલાકાર છુ. આજે લોકસંગીત, સુગમ સંગીત કે ફિલ્મી સંગીત હોય એની જબાન ગુજરાતી બને છે. ગુજરાતી ભાષામાં ભારોભાર મીઠાશ છે. હું વિશ્વ ફર્યો છુ ગુજરાતી ભાષામાં કાર્યક્રમ આપતા મને ગર્વ સાથે આનંદ થાય છે. મારા ઘરમાં બોલાતી ભાષા પણ મીઠી ગુજરાતી છે. મેં કુલ 111 ફિલ્મોમાં પ્લેબેક સીંગર તરીકે ગીતો ગાયા છે, 12 જેટલી બોલીવુડ ફિલ્મોમાં પણ મૂળે ગુજરાતી સર્જનોને ગાયા છે. જે દેશ અને દુનિયામાં જાણીતા થયા છે. ગુજરાતી ભાષામા ગાયક કલાકાર તરીકે હંમેશાથી મારી છાતી ગજ-ગજ ફૂલે છે.

ગુજરાતી ભાષામાં લખાયું, વિશ્વમાં પડઘાયું
ગુજરાતી ભાષાની વિશેષતા એ રહી છે કે ગુજરાતીમાં લખેલું અથવા બોલાયેલું વૈશ્વિક બન્યું છે. મહાત્મા ગાંધીજીની આત્મકથા અને સત્યાગ્રહોના પાઠો મૂળે ગુજરાતીમાં લખાયેલા અને વૈશ્વિક સ્વતંત્રતા આંદોલનના પ્રેરક બન્યા છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ ભાષા ગુજરાતી છે, તેઓએ ગુજરાતીમાં સાહિત્ય અને રાજકીય સંસ્મરણો લખ્યા છે. આદિ કવિ નરસિંહ મહેતાના વૈષ્ણવ જન સહિત કૃષ્ણ ભક્તિના ભજનોએ દેશમાં સાહિત્યિક સાથે આધ્યાત્મિક પ્રેરણા આપી છે. દેશમાં લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલ પણ ગુજરાતી બોલતા. આર્યસમાજની સ્થાપના કરનાર સ્વામી દયાનંદ સરસ્વતી, દેશના પહેલા બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદ ઝીણા પણ ગુજરાતીભાષી હતા.

વિશ્વ માતૃભાષા દિવસ પર માનસી પારેખે શું કહ્યું? (ETV Bharat Gujarat)

સુરીલી ગુજરાતી ભાષા ટકશે જ નહીં, વિકસતી પણ રહેશે: માનસી પારેખ
ગુજરાતી ભાષાની વિશેષતા એ છે કે એ મીઠી અને સુરીલી છે. ગુજરાતી ભાષા કળા, વેપાર અને સંસ્કૃતિ એમ દરેક માટે યોગ્ય ભાષા છે. કલાકાર તરીકે મને ગુજરાતી ભાષા માટે બહુ ગર્વ છે કે, મને ગુજરાતી ભાષાની ફિલ્મ કરીને નેશનલ એવોર્ડ મળ્યો. ગુજરાતી ભાષાની મારી કારર્કિદી અને પ્રગતિમાં મોટો ભાગ છે. મારી બધી જ વાતમાં ગુજરાતી ભાષાનો મોટો ભાગ છે. ગુજરાતી ભાષા મારા જીવન સાથે સંકળાયેલી છે. ગુજરાતી લંડનમાં પણ રહેતા ગુજરાતીઓ શુદ્ધ બોલે છે. જે ગુજરાતીઓ વિદેશમાં રહે છે એ લોકોની ભાષા વધુ સાફ છે. અંગ્રેજી તરફ વળતી યુવા ગુજરાતી પેઢીને ગુજરાતી ભાષામાં એવું મનોરંજન આપો કે એને મજા આવે.

વિશ્વ માતૃભાષા દિવસ પર જય વસાવડાએ શું કહ્યું? (ETV Bharat Gujarat)

ગુજરાતી ભાષા ચિરંજીવી છે, ગુજરાતીઓ માતૃભાષા માટે પ્રિત વધારવી પડશે: જય વસાવડા
ગુજરાતી ભાષા એ વહેતી અને જીવંત ભાષા છે, જેમાં તળપદા શબ્દોથી એ સુગંધિત બનતી જાય છે. અન્ય ભાષાની સરખામણીએ પ્રાદેશિક બોલી અને તેના પ્રદાન થકી ગુજરાતી ભાષા દિવસેને દિવસે વધુ સમૃદ્ધ બનતી જાય છે. પણ ગુજરાતીઓને ભાષા માટે ઓછી પ્રિત છે. ગુજરાતી ભાષા વિશ્વમાં વસતા ગુજરાતીઓના ઘરમાં પણ બોલાય છે. ગુજરાતના સર્જકો અને વિદ્વાનોએ પોતાના સર્જનમાં ભારેખમ ઉપદેશ આપવાના બદલે આનંદની વાતો લખવી જોઇએ, મજાની વાતો કરવી જોઇએ. અંગ્રેજી ભાષા અને આધુનિકતાની સાથે બીજી ભાષાની જેમ ગુજરાતી ભાષાનું પણ સ્વરુપ બદલાશે, પણ મૂળ ગુજરાતી ભાષા ચિરંજીવી રહેશે.

ગુજરાતી ભાષા એક, બોલી અનેક
દેશ અને વિશ્વમાં બૃહદ બોલાતી ભાષામાં ગુજરાતી અગ્રેસર છે. ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષાની આઠ બોલી છે. જેમાં સુરતી, ચરોતરી (મધ્ય ગુજરાત), પટણી (ઉત્તર ગુજરાત), ઝાલાવાડી (સુરેન્દ્રનગર અને તેની આસપાસનો વિસ્તાર), ગોહિલવાડી (ભાવનગર અને આસપાસનો વિસ્તાર), સોરઠી (જૂનાગઢ અને આસપાસનો વિસ્તાર) હાલારી (જામનગર-દ્વારકા વિસ્તાર) અને શહેરી ગુજરાતી (અમદાવાદ અને આસપાસનો વિસ્તાર). રાજ્યના વિસ્તારની સાથે વિવિધ કોમની ગુજરાતી ભાષાની વિવિધતા છે, જેમાં સૌથી મોખરે પારસી સમુદાય દ્વારા બોલાતી ગુજરાતી ભાષા છે. વ્હોરા મુસ્લિમ સમુદાય દ્વારા બોલાતી ગુજરાતી ભાષા અન્ય ગુજરાતીભાષી કરતાં અલગ પડે છે.

આ પણ વાંચો:

  1. "માણસની શોભા એની માતૃભાષા", છોટાઉદેપુરની શાળાઓમાં સ્થાનિક બોલીઓમાં બાળકો કરે છે અભ્યાસ...
  2. 'હા કચ્છી હા" વિશ્વ માતૃભાષા દિવસ: કચ્છની મીઠી બોલી કચ્છીનો સુવર્ણ ઇતિહાસ અને આજ, 1,000 વર્ષ પહેલા દુહા રચાયા

Last Updated : Feb 21, 2025, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.