પોરબંદરમાં ભારે વરસાદના લીધે જર્જરિત મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં - Bhatia Bazaar of Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે પોરબંદરમાં ભાટિયા બજારમાં આવેલુ જર્જરિત મકાન પડી ગયું હતું. મકાન પડવાના કારણે 2 બાઈક અને 1 સાઈકલને નુકસાન થયું હતું. મકાન પડવાના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં આગામી સમયમાં વધુ વરસાદ અને પવનની આગાહી હોવાથી કોઇ નુકસાન ન થાય અને જાનહાનિ ન થાય તે માટે NDRFની ટીમ પણ પોરબંદર પહોંચી હતી.