બડગામના તાઈકવાન્ડો ખેલાડી બિલાલની ભારતીય ટીમમાં પસંદગી, યુવાનોને આપ્યો સંદેશ... - બિલાલ અહેમદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2022, 9:30 AM IST

મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના રહેવાસી બિલાલ અહેમદની બેંગકોકમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય તાઈકવાન્ડો સ્પર્ધા (Bilal Ahmed selected In international Taekwondo Competition) માટે પસંદગી કરવામાં આવી છે. પટવાવ ગામનો રહેવાસી 22 વર્ષીય બિલાલ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. બિલાલે કહ્યું કે 'મેં રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામવા માટે ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી હતી. ગોલ્ડ મેડલ જીત્યો ત્યારપછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા માટે મારી પસંદગી થઈ. તેણે કહ્યું કે, 'બાળપણથી જ મારા પરિવાર અને મિત્રોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે.' બિલાલે કહ્યું કે, ઘણા અવરોધો હોવા છતાં, તે આગળ વધ્યો અને ક્યારેય પાછળ જોયું નહીં. તેણે લક્ષ્ય હાંસલ કરવા માટે બડગામના ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી હતી. બિલાલ અહેમદે કહ્યું કે 'હું યુવાનોને નશાનો માર્ગ છોડીને રમતગમતમાં જોડાવા અપીલ કરું છું.' રમતગમત એ પોતાને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને ફિટ રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે. એવી આશા છે કે, જે યુવાનો ડ્રગ્સ લે છે તેઓ બિલાલ અહેમદની અપીલ સાંભળશે અને ડ્રગ્સનો માર્ગ છોડીને રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈને પોતાને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.