બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ જામનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - jamnagar news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5117342-thumbnail-3x2-jmr.jpg)
જામનગર: જિલ્લામાં તો ખરુ જ પરંતુ રાજ્યમાં પણ બહુ ચર્ચિત બીટ કોઈન પ્રકરણથી ચર્ચામાં આવેલી નીશા ગોંડલિયા એ આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. આ તકે નિશા ગોંડલિયાની સાથે શિવસેનાના લોકલ પ્રમુખ અને બાવાજી સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ આવેદનપત્ર આપતા નિશા ગોંડલિયા એ ખુલાસો કર્યો છે કે જયરાજ એન્ટરપ્રાઇઝના યશપાલસિંહ, પ્રફુલ પોપટ સહિતના લોકો જયેશ પટેલ સાથે સંડોવાયેલા છે અને તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.