નવી દિલ્હી : હાલમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની તમામ આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની યોજના અંગે માહિતી આપી છે. જેના કારણે ભારત સહિતના દેશોમાં સીધી અસર થઈ શકે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી મોટી જાહેરાત : ગતરોજ એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ આજે સ્ટીલ અને એલ્યુમિનિયમની તમામ આયાત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરશે. ટેરિફ તમામ દેશોમાંથી મેટલની આયાત પર લાગુ થશે. જોકે, આ શુલ્ક ક્યારથી અમલમાં આવશે તે અંગે તેમણે જણાવ્યું ન હતું.
ટેરિફ લાદવાની જાહેરાત : રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તેઓ આ સપ્તાહના અંતમાં એવા દેશો પર ટેરિફની જાહેરાત કરશે કે જેઓ અમેરિકન આયાત પર ટેક્સ લગાવે છે. આ ટેરિફ જાહેરાતના દિવસે અમલમાં આવશે નહીં, જે મંગળવાર અથવા બુધવાર હોઈ શકે છે, પરંતુ તે પછી તરત જ અમલમાં આવશે. નવા સ્ટીલ ટેરિફ વિન્ડ ડેવલપર્સથી લઈને ઓઇલ ડ્રિલર્સ સુધી યુએસ ઊર્જા વ્યવસાયને અસર કરી શકે છે. જે યુએસમાં ન બનેલા ચોક્કસ ગ્રેડ પર આધાર રાખે છે.
અનઅપેક્ષિત, ક્યારે લાગુ થશે ટેરિફ : તમને જણાવી દઈએ કે, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન કેટલીક ઓઈલ કંપનીઓને આ મેટલ પર ટેરિફમાંથી મુક્તિ મળી હતી. ઘણા સ્ટીલ અને એલ્યુમિનિયમ ખરીદદારો અને વિક્રેતાઓએ અપેક્ષા રાખી હતી કે તેમની પાસે કોઈપણ ટેરિફ અમલીકરણની તૈયારી માટે ઓછામાં ઓછો માર્ચ સુધીનો સમય હશે. ટ્રમ્પે ફેબ્રુઆરી 1 માટે આયોજિત ટેરિફને માર્ચ સુધી મુલતવી રાખ્યું હતું, જ્યારે મેક્સિકો અને કેનેડાએ સરહદો પર સુરક્ષા વધારવા માટે સાધારણ દરખાસ્ત રજૂ કરી હતી.