આ જિલ્લામાં બનશે ટેક્સટાઈલ પાર્ક, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 3, 2022, 3:56 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ઝાલાવાડ ફેડરેશન દ્વારા યોજાયેલા ત્રિદિવસીય બિઝનેસ કોન્ક્લેવનો (Zalawad Federation Business Conclave) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ (CM Bhupendra Patel in Surendranagar) કરાવ્યો હતો. આ કોન્ક્લેવમાં 150થી વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. જ્યારે આનો હેતુ વેપાર અને ઉદ્યોગના વેગ આપવા તેમ જ તેમને આર્થિક ક્ષેત્રે મજબૂત બનાવવાનો છે. આ પ્રસંગે રાજ્ય પ્રધાન રાઘવજી પટેલ સહિતના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે અને દરેક જિલ્લો કઈ રીતે આગળ આવે તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ઝાલાવાડમાં કૃષિ ક્ષેત્રે ખૂબ મોટી તક (Great opportunity in the field of agriculture in Jhalawar) હોવાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપવામાં સરકાર સહાય કરશે તેવી ખાતરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર અને ઉત્પાદન થાય છે. ત્યારે જિલ્લાના કોટનમાં વેલ્યુ એડિશન સાથેના ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં (Textile Park in Surendranagar) પણ સરકાર તમારી સાથે છે તેવું મુખ્યપ્રધાને ઉમેર્યું હતું. તો આ ત્રિવિદસીય કોન્ક્લેવમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.