રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમની 10 મહિનામાં 1 લાખ લોકોએ કરી મુલાકાત - રાજકોટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4011317-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટઃ શહેરની નગરપાલિકા દ્વારા જ્યૂબિલી બાગ પાસે આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ફેરવવામાં આવી છે. જેની 10 મહિનામાં 1 લાખ કરતાં વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી છે. આ શાળામાં ગાંધીજીએ થોડો સમય અભ્યાસ કર્યો હતો. જેમાં બાપુની સ્મૃતિઓ જાળવી રાખવામાં આવી છે. આ મ્યુઝિયમ રૂપિયા 26 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જેનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.