મોરબીમાં યુવાનોએ ઘરે-ઘરે શ્રીમદ ભગવત ગીતાનું વિતરણ કર્યું - ભગવદ્ ગીતાનું વિતરણ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ હાલ શાળા-કોલેજ બંધ છે, ત્યારે યુવાનો સોશિયલ મીડિયામાં સમય પસાર કરે છે, જે સમયનો સદુપયોગ થાય અને યુવાનો ગીતાજી જેવા મહાન ગ્રંથનું પઠન કરીને જીવનના મર્મને સમજે તેવા હેતુથી મોરબીના જાગૃત યુવાનોએ 1111 શ્રીમદ ભગવદગીતાનું ઘરે-ઘરે જઈને વિતરણ કર્યું હતું. મોરબીના વોર્ડ નંબર-9માં ન્યુ હાઉસિંગ બોર્ડના રહેવાસી શક્તિપાલસિંહ ચુડાસમા સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓમાં હંમેશા આગળ જોવા મળે છે. જેમની ટીમ દ્વારા ગીતાજીનું વિતરણ કરાયું હતું. કોરોના કાળમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ કરે તે માટે ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં યુવાનોએ 1111 ભગવત ગીતાનું વિતરણ કર્યું હતું, આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાને બદલે માનવ જીવનના ઉચ્ચ કોટિના વિચારો પ્રદાન કરતા આ મહાન ગ્રંથ ગીતાજીનું પઠન કરીને તેમનું જીવન ધન્ય બનાવે તેવો સંદેશ આપવાનો પ્રયાસ છે.