ચીખલી ડેપો સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના, યુવકનું મોત - hit and run
🎬 Watch Now: Feature Video
નવસારી: ચીખલી ડેપો સર્કલ પાસે ઓવર સ્પીડમાં જતા પીક અપ વાનના ચાલકે અકસ્માત સર્જતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતકનું નામ બાદલ દેવશી વાગરિયા (ઉં.વ.20) હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મૂળ જૂનાગઢનો અને હાલ ચીખલીમાં રહેતો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.