સુરત: સુરત સાયબર ક્રાઇમ પોલીસે વેસુ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાંથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ ચાઇનીઝ ગેંગ સાથે મળીને સાયબર ફ્રોડના નાણાંને USDT (ક્રિપ્ટો કરન્સી)માં કન્વર્ટ કરી સિંગાપોર મોકલવાનું કામ કરતા હતા.
હોટલમાંથી 6 આરોપીઓ ઝડપાયા
આરોપીઓમાં શિવમ પ્રતાપસિંહ (ઉત્તરપ્રદેશ), ધર્મારામ ચૌધરી (રાજસ્થાન), બાગશાહ શેખ (બિહાર), સમીર અન્સારી (ઉત્તરપ્રદેશ), સુનિલ બિશ્નોઈ (રાજસ્થાન) અને યશ ભાડજા (સુરત)નો સમાવેશ થાય છે. તપાસમાં 91 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જે આરોપીઓએ અન્ય લોકોની ઓળખ પર ખોલાવ્યા હતા અથવા ભાડે લીધા હતા.
10 ફોન, 3 સીમકાર્ડ મળ્યા
આરોપીઓ પાસેથી પોલીસને 10 મોબાઈલ ફોન, 3 સીમકાર્ડ, ચેકબુક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણા સગેવગે કરતા હતા.

સાયબર ફ્રોડના નાણાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરતા
કૌભાંડની મોડસ ઓપરન્ડી મુજબ, શિવમ અઢી મહિના પહેલા સુરત આવ્યો હતો, જ્યાં યશે તેની મુલાકાત બાદશાહ સાથે કરાવી હતી. બાદશાહ વિવિધ બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો, જેમાં ચાઇનીઝ ગેંગ દ્વારા કરાયેલા સાયબર ફ્રોડના નાણાં જમા થતા હતા. આ નાણાંને USDTમાં કન્વર્ટ કરવામાં આવતા હતા, જેમાં બાદશાહ 103 રૂપિયાના ભાવે USDT આપતો અને શિવમ 106 રૂપિયાના ભાવે ચાઇનીઝ ગેંગને વેચતો હતો. આ રીતે આરોપીઓ કમિશન મેળવતા હતા અને ફ્રોડના નાણાંને સિંગાપોર ટ્રાન્સફર કરતા હતા.
આ પણ વાંચો: