પ્રયાગરાજ: મહાકુંભ મેળા વિસ્તારમાં શનિવારે ફરી એકવાર આગની ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મહાકુંભ સેક્ટર 19ના કેમ્પમાં આવેલા અનેક ટેન્ટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેમ્પમાં લાગેલી આગના કારણે ઘણા ટેન્ટ બળીને રાખ થઈ ગયા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, કલ્પવાસીઓના ગયા બાદ તેમના ખાલી ટેન્ટમાં આગ લાગવાની માહિતી મળતાં જ અનેક ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, કેમ્પના ઘણા ટેન્ટ અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે.
STORY | Fire engulfs seven tents in Maha Kumbh, no casualties
— Press Trust of India (@PTI_News) February 15, 2025
READ: https://t.co/826MZZwrnt
VIDEO:
(Source: Third Party) pic.twitter.com/vkFHpLrq3h
મહાકુંભમાં આગ ક્યારે લાગી?
19 જાન્યુઆરી: મહાકુંભમાં પ્રથમ આગ 19 જાન્યુઆરીની સાંજે લાગી હતી. શાસ્ત્રી બ્રિજ નીચે સેક્ટર નંબર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. ગીતા પ્રેસની 170 કોટેજ બળીને રાખ થઈ ગઈ હતી.
20 જાન્યુઆરી: બીજી વખત 20 જાન્યુઆરીએ સેક્ટર 5માં ટેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી.
30 જાન્યુઆરી: મહાકુંભના સેક્ટર 22માં આગ લાગી. જેમાં 15 પંડાલ સળગી ગયા હતા. ફાયર બ્રિગેડે કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું.
31 જાન્યુઆરીઃ મહાકુંભના ડોમ સિટીમાં 31 જાન્યુઆરીની સાંજે આગ લાગી હતી. અરેલ બાજુએ આવેલા આ શહેરના કોટેજ નંબર 1માં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં આ કુટીરનો 90% ભાગ બળીને રાખ થઈ ગયો હતો.
આ પણ વાંચો: