ગીર સોમનાથમાં આવેલા આયુર્વેદના જનક ધનવંત્તરીના મંદિરે યજ્ઞ યોજાયો - yagya was held at dhanvantari temple in gir somnath
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4873230-thumbnail-3x2-gir.jpg)
ગીર સોમનાથઃ શુક્રવારે ધનતેરસ હોવાથી આ શુભ દિવસે અભીજીત નક્ષત્રમાં પ્રગટેલા આયુર્વેદના જ્ઞાતા ભગવાન ધનવંત્તરીના સમાધી સ્થાને મહાપુજા અને યજ્ઞ આરાધના કરવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં આયુર્વેદના ઊપાસકો એકત્ર થયા હતા. ગીર સોમનાથના મુખ્યમથક વેરાવળ નજીક આયુર્વેદના ભગવાન મનાતા ધનવંત્તરીનુ સમાધી સ્થાન આવેલું છે. જેના પરથી ગામનું નામ ધણેજ પડ્યુ છે. અહી પ્રકૃતિના ખોળે આવેલ ભગવાન ધનવંત્તરીના સમાધી મંદીરે ધનતેરસના દિવસે રાજ્ય અને દેશ ભરમાંથી આયુર્વેદના ઊપાસકો એકઠા થઈ ભગવાનની પુજા, મહાયજ્ઞ અને આરાધના કરી ધન્ય બને છે.