RMCના પાપે ગંદુ પાણી પીવા માટે પ્રજા મજબૂર, દૂષિત પાણીની બોટલ્સ સાથે મહિલાઓનો વિરોધ - women Protested with contaminated water bottle
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ મનપાના વોર્ડ નં-13માં પીવાનું પાણી દૂષિત પ્રવાહી મિશ્રિત આવી રહ્યું છે. જેને લઇને વોર્ડ નં-13ના મહિલા કોર્પોરેટર જાગૃતિ ડાંગર બુધવારે સ્થાનિક મહિલાઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક મહિલાઓએ વિસ્તારમાં આપવામાં આવતું દૂષિત પાણી બોટલમાં ભરીને રાજકોટ મનપા તંત્રને રજૂઆત કરી હતી. આ સાથે જ થાળી વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની દૂષિત પાણી વિસ્તારમાં આવી રહ્યું છે. જેનો કોંગેસના મહિલા કોર્પોરેટર દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજૂ પણ રાજકોટ મનપા દ્વારા માત્ર કાગળ પર જ કાર્યવાહી કરતા હોવાનું સામે આવ્યું છે.