પાટણમાં મહિલાઓએ કરી કેવડા ત્રીજની ઉજવણી - Kevada Trij
🎬 Watch Now: Feature Video
હિંદુ ધર્મ સંસ્કૃતિમાં દરેક વ્રતોનું મહત્વ રહેલું છે, ત્યારે પાટણમાં સૌભાગ્યવતી મહિલાઓએ કેવડા ત્રીજના વ્રતની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી. ભાદરવા સુદ ત્રીજના દિવસે મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત કરી તેની વિધિવત રીતે પૂજા કરે છે. આ વ્રતની પાછળ ધાર્મિક કથા વણાયેલી છે. ભગવાન શિવને મેળવવા માટે પાર્વતીએ જંગલમાં જઈ ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવી કેવડાથી લિંગ પર પૂજા કરી હતી, ત્યારથી આ વ્રતને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે.