ડીસામાં વધુ એક મહિલાનું કોરોના સારવાર દરમિયાન મોત - બનાસકાંઠામાં કોરોનાનો કેર
🎬 Watch Now: Feature Video

ડીસાઃ બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં કોરોના પોઝીટીવ કેસ વધી રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનાથી લોકલ સંક્રમણના વધુ કેસ નોધાયા છે. ડીસા શહેરમાં બે મહિલા સહિત સાતથી વધુ વ્યક્તિઓ કોરોનાને લીધે મોતને ભેટયા છે. ત્યારે ડીસા શહેરની ડાયમંડ સોસાયટીમાં રહેતાં 75 વર્ષીય કૌશલ્યાબેન ગોકુલદાસ ગુરૂ તબિયત બગડતાં તેઓનું ડીસાની ભણશાળી કોવિડ હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યું હતું. જો કે સેમ્પલનો રીપોર્ટ આવે તે અગાઉ જ કૌશલ્યાબેન ગુરૂનું અવસાન થયું હતું. આરોગ્ય વિભાગનું માનવું છે કે, કૌશલ્યાબેન ગુરૂને હાઇપર ટેન્શન અને ડાયાબીટીસની બિમારી હતી તેમજ કોરોના પોઝીટીવના કારણે મોત થયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ 28 લોકો કોરોનાના કારણે મોત થતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે.