ETV Bharat / bharat

મહાકુંભમાં જતા કર્ણાટકના શ્રદ્ધાળુઓની કારનો ભયાનક અકસ્માત : 5 લોકોના મોત, 5 ગંભીર ઘાયલ - ACCIDENT VARANASI PRAYAGRAJ HIGHWAY

પ્રયાગરાજ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, મહાકુંભમાં જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામનારાઓમાં પતિ, પત્ની અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે.

પ્રયાગરાજ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત
પ્રયાગરાજ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 21, 2025, 12:26 PM IST

વારાણસી: પ્રયાગરાજ મહાકુંભ જનારા શ્રદ્ધાળુઓ અવારનવાર અકસ્માતોનો ભોગ બનતા રહે છે. વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર મિર્જામુરાદ પાસે શુક્રવાર સવારે કર્ણાટકના શ્રદ્ધાળુઓથી ભરેલી કાર રોડ સાઈડ ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં દંપતિ અને 2 બાળકો સહિત 5 મોત થઈ હતી. જ્યારે 5 લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

મિર્જામુરાદ પોલીસના જણાવ્યા અનુસાર વારાણસી-પ્રયાગરાજ હાઈવે પર શુક્રવાર સવારે કર્ણાટકથી મહાકુંભ જઈ રહેલી શ્રદ્ધાળુઓની કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. કારમાં બેઠેલા લોકો પણ ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઘટના સ્થળ પર 4 લોકોના મોત થયા હતા. જ્યારે 1 એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મૃતકોમાં દંપતિ સહિત 2 બાળકો શામેલ છે. જ્યારે 5 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં સંતોષકુમાર, સુનીતા, ગણેશ અને શિવકુમાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બધા શ્રદ્ધાળુઓ કર્ણાટકથી વારાણસી આવ્યા હતા. ત્યાંથી ફરી તેઓ પ્રયાગરાજ જઈ રહ્યા હતા. તે લોકોએ મોટી ગાડી ક્રૂઝર કાર બુક કરી હતી. બધા એક જ ગાડીમાં સવાર હતા. જાણવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરને ઝપકી આવી જતા ડ્રાઈવર ટ્રકને જોઈ શક્યો નહોતો. તેના લીધે આ ઘટના બની હતી.

ઘટનામાં થયેલી બૂમાબૂમને સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. DCP ગોમતી જોન પ્રમોદ કુમાર અને ADCP પ્રકાશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હોસ્પિટલ આવીને ઘાયલોની સ્થિતિ જાણી હતી. DCP પ્રમોદ કુમારે જણાવ્યું કે, ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ હોય તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:

  1. દિલ્હી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક : આયુષ્માન યોજનાને મળી મંજૂરી, CAGનો રિપોર્ટ ગૃહમાં રજૂ થશે
  2. સોનિયા ગાંધીની તબિયત બગડી : દિલ્હીના હોસ્પિટલમાં દાખલ, ડોકટરો કરી રહ્યા છે સારસંભાળ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.