નવી દિલ્હી(ANI): કેન્દ્રીય ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહે શુક્રવારના રોજ નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ઢોલકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે એક સંવાદ સત્રનું આયોજન કર્યું હતું. ઓફિશિયલ સ્ટેટમેન્ટ મુજબ આ વિશેષ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા મેળવવા અને પોતાનો અનુભવ શેર કરવા માટેનો અનેરો અવસર હતો.
આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સંવાદ: આ સંવાદ સત્રમાં અમિત શાહે શિક્ષા, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકા પર પોતાના વિચારો શેર કર્યા હતા. આ વાતચીતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા અને તેમની શૈક્ષણિક અને કરિયર સંબંધિત પ્રશ્નોનો હલ લાવવાનો હતો. તેનો જવાબ આપતા ગૃહમંત્રીએ કઠીન મહેનત સમર્પણ અને દૃઢ સંકલ્પના મહત્વ પર જોર આપ્યું હતું. અમિત શાહે જણાવ્યું કે, " વિદ્યાર્થીઓ દેશના વિકાસનો પાયો છે અને તેમની કઠીન મહેનત અને સમર્પણ ભારતની નવી ઉંચાઈઓ પર લઈ જશે. વિદ્યાર્થીઓને ડોક્ટર, એંજિનિયર અને સિવિલ અધિકારીના રુપે કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ."
#WATCH | Delhi | Union Home and Cooperation Minister Amit Shah today interacted with students from rural and tribal communities of Santokba Dholakiya Vidhya Mandir in Dang district of Gujarat. pic.twitter.com/ry8P984kV1
— ANI (@ANI) February 21, 2025
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, "તમે જો દેશના વિકાસને પોતાનો લક્ષ્ય બનાવો છો. તો તમારો વ્યક્તિગત વિકાસ સ્વાભાવિક રીતે થશે. માટે તમારો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશના વિકાસમાં યોગદાન આપવાનો હોવો જોઈએ.
માતૃભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ
અમિત શાહે આગળ જણાવ્યું કે, મોદી સરકાર 50 %થી વધારે અનુસૂચિત જનજાતિ (ST) વસ્તી અને ઓછામાં ઓછી 20.000 આદિવાસી વિદ્યાર્થીઓના દરેક બ્લોકમાં એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય સ્થાપિત કરીને આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સુનિક્ષિત કરવાનું છે. અહેવાલ મુજબ, એ સ્વીકાર કરતા કે, ચિકિત્સા, એન્જિનિયરિંગ અને તકનીકી શિક્ષામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભાષા મોટો અવરોધ રહ્યો છે. મોદી સરકારે પોતાની માતૃભાષામાં જ પરીક્ષા આપવાનો વિકલ્પ રજૂ કર્યો છે.
2 નવી ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના
આ નિર્ણયથી આદિવાસી વિદ્યાર્થીઓમાં એક નવી આશા જાગી છે. આઝાદીના 6 દશકા પછી દેશમાં ફક્ત 1 કેન્દ્રીય ટ્રાઈબલ યુનિવર્સિટી હતી. જ્યારે પાછલા 1 દશકાથી અમારી સરકારે 2 નવી ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. વિદ્યાર્થીઓએ શિક્ષા અને કરિયર પર પોતાના વિચારો ગૃહમંત્રી અમિત શાહ સાથે શેર કર્યા છે. જેમને તેઓએ માર્ગદર્શન આપ્યુ જેથી તેઓ દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે.
રાષ્ટ્રના નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા
કાર્યક્રમના સમાપનમાં ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને કઠીન મહેનત અને ઈમાનદારીથી પોતાનું લક્ષ્ય મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમિત શાહે એ વાત પર જોર આપ્યું કે, "રાષ્ટ્રના નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા ઘણી મહત્વની છે અને વિદ્યાર્થીઓની સફળતા ભારતને વૈશ્વિક નેતા બનવામાં મદદ કરશે." આ પ્રસંગે ગુજરાત ભવનના રેજિડેન્ટ કમિશ્નર વિક્રાંત પાંડે અને સંતોકબા ઢોલકિયા વિદ્યામંદિર (ડાંગ)ના સ્થાપક અને સચિવ પી.પી સ્વામિ પણ હાજર રહ્યા હતા.
આ પહેલ કેન્દ્રીય ગૃહમંત્રીની યુવા વિચારો સાથે જોડાવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટેની પ્રતિબદ્ધતાનો ભાગ છે. આ કાર્યક્રમ ફક્ત ભાગ લેનારા ગ્રામીણ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો. પરંતુ તે દેશના ગૃહમંત્રી સાથે ખુલ્લીને વાતચીત કરવાનો એક અનેરો અવસર પણ પ્રદાન કરાયો.
આ પણ વાંચો: