વિશ્વામિત્રી ભયજનક જળસપાટીએ, વડોદરામાં ફરી પૂરના એંધાણ

🎬 Watch Now: Feature Video

thumbnail
વડોદરાઃ વિશ્વામિત્રીની સપાટી વધતા અને ધીમીધારે પડેલા વરસાદને પગલે શહેરના અલકાપુરી, દિનેશમીલ તથા પ્રીયલક્ષ્મી મીલના નાળામાં પાણી ભરાતાં વાહન વ્યવહારની અવર જવર બંધ કરવામાં આવી હતી. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ ભયજનક 30.25 ફૂટની સપાટી વટાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ આજવા સરોવરની સપાટી 212.05 ફુટને પાર પહોંચી છે. વિશ્વામિત્રી ભયજનક સ્થિતિમાં હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી પર આવેલા તમામ 6 બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વિશ્વામિત્રી ભયજનક જળસપાટીએ વહી રહી છે. જેથી વડોદરામાં ફરી પૂરથી એંધાણ છે.
Last Updated : Aug 11, 2019, 11:00 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.