સુજલામ સુફલામ મેઈન કેનાલની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં ખેતરોમાં પાણી ભરાયા
🎬 Watch Now: Feature Video
પાટણઃ સુજલામ સુફલામ મેઈન કેનાલમાંથી હાંસાપુર ગામના બાબરા તળાવમાં નાખવામાં આવેલી પાણીની પાઇપ લાઇનમા ભંગાણ પડતાં મોટા પ્રમાણમા જમીનનું ધોવાણ થયું છે. તેમજ આસપાસના 14 વિધાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા ગયા છે. જેને લઇને ખેડુતોને મોટા પ્રમાણમાં પાકનું નુકશાન થયું છે. પાઇપ લાઇનમા સર્જાયેલ ભંગાણનું સમારકામ ઝડપી નહીં કરવામા આવે તો ખેડુતોને વધુ નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે.