ETV Bharat / state

ટ્રાફિકમાં નળતરરૂપ સાત રેકડીઓ મનપાએ જપ્ત કરી...હજુ કામગીરી રહેશે ચાલુ! - RELIEVE PRESSURE IN JAMNAGAR

જામનગરમાં પવનચક્કી થી લાલપુર બાયપાસ માર્ગ પર ટ્રાફિકને નડતર ઉપર રેકડીઓ મનપાની એસ્ટેટ શાખા દ્વારા કબજે કરવામાં આવી છે...

જામનગરમાં ટ્રાફિકમાં નળતરરૂપ સાત રેકડીઓ મનપાએ જપ્ત કરી
જામનગરમાં ટ્રાફિકમાં નળતરરૂપ સાત રેકડીઓ મનપાએ જપ્ત કરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 10:45 AM IST

જામનગર: જામનગરમાં પવનચક્કી થી લાલપુર બાયપાસ માર્ગ જાહેર રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ થાય તેમ અનેક રેકડીઓ ઊભી રાખી દેવામાં આવી છે. તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સાતથી આઠ રેકડીઓ અને ત્રણથી ચાર કાઉન્ટર કબ્જે કરવામાં આવી હતી.

જોકે, અન્ય રેકડી ધારકોને પોતાની રેકડીઓ તાત્કાલિક હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે. જો સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો તમામ રેકડીઓ કબ્જે કરવામાં આવશે. જામનગરનો લાલપુર બાયપાસ રોડ અતિવ્યસ્ત છે. અહીંથી મહાકાય રિફાઇનરીઓના સાધનો નીકળતા હોય છે, જેના કારણે કલાકો સુધી અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે.

જામનગરમાં ટ્રાફિકમાં નળતરરૂપ સાત રેકડીઓ મનપાએ જપ્ત કરી (Etv Bharat Gujarat)

ટ્રાફિકની સમસ્યામાં અડચણરૂપ બનતી તમામ રેકડીઓ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલુ રહેશે, તેવું એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત જણાવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. જામનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી: ટેક્સ ન ભરતા સ્કૂલ અને બે કારખાના સીલ
  2. જામનગરમાં ભાજપના નેતાના ઘરે જુગારધામ ઝડપાયું, પોલીસે મુદ્દામાલ સાથે 4 ની ધરપકડ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.