ETV Bharat / state

સફેદ રણનું આકાશ થયું રંગબેરંગી, કચ્છમાં વાયુસેનાના એર શોમાં હજારોની સંખ્યામાં પહોંચ્યા લોકો - KUTCH WHITE DESSERT

કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ હવાઈ કરતબો કરીને સફેદ રણની રોનક વધારી હતી અને આ કરતબો જોઈને પ્રેક્ષકો પણ રોમાંચિત થયા હતા.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 10:28 PM IST

Updated : Jan 31, 2025, 11:14 PM IST

કચ્છ: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કચ્છના બે સ્થળોએ 3 એર શો યોજી રહી છે. જે પૈકી 29 જાન્યુઆરીના રોજ અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ પર દિલ ધડક એર શો યોજાયો હતો. તો આજે કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ હવાઈ કરતબો કરીને સફેદ રણની રોનક વધારી હતી અને આ કરતબો જોઈને પ્રેક્ષકો પણ રોમાંચિત થયા હતા. કચ્છના રોગાન કારીગર આશિષ કંસારાએ સૂર્યકિરણ એરોબેટિક ટીમને રોગાન કળાથી બનાવેલ સૂર્યકિરણ પ્લેનની કૃતિ ભેટમાં આપી હતી.

સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

સૂર્યકિરણ એરોબેટિક ટીમે કચ્છના સફેદ રણમાં કરતબો કરી જમાવ્યું આકર્ષણ
કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા કરવામાં આવેલ હવાઈ કરતબે આકર્ષણ જમાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કચ્છના પ્રવાસ દરમિયાન આ ટીમ દ્વારા 2 દિવસનો એર શો ભુજ એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવ્યો હતો તો આ વખતના 3 એર શો પૈકી એક શો જે અબડાસામાં કરવામાં આવ્યો હતો. તે અબડાસામાં પ્રથમ વખત યોજાયો હતો. તો સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે 31મી જાન્યુઆરી અને આવતીકાલે 1 ફેબ્રુઆરીના કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં પણ બે દિવસ એર શો યોજાવામા આવ્યા છે. આવતીકાલે યોજાનારા એર શોમાં ત્રિરંગી સ્મોકનો ઉપયોગ કરવામાં આવશે.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

14 વર્ષ બાદ ત્રણ રંગના સ્મોકથી ડિસ્પ્લે
કચ્છના સફેદ રણમાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત કરતબો કરવામાં આવ્યા હતા. ત્યારે સફેદ રણની ચમક અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના લાલ રંગના પ્લેનથી વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ રંગીન બન્યું હતું. સૂર્યકિરણ એરોબેટિક ટીમ 14 વર્ષ બાદ પ્રથમવાર એરફોર્સની ટ્રાય કલર ડિસ્પ્લે એટલે કે આપણા તિરંગાના રંગો કેસરી સફેદ અને લીલા રંગના સ્મોકનો ઉપયોગ કરીને કરતબો કરવામાં આવી રહ્યા છે.જેનો લાભ કચ્છની જનતા આવતીકાલે લઈ શકશે.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

દર્શકો જુદા જુદા કરતબો જોઈને રોમાંચિત થયા
કચ્છના સફેદ રણ ખાતેનો સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો લગભગ 30 મિનિટ સુધી જેટલો ચાલ્યો હતો અને સફેદ રણથી 100 ફૂટ ઉપર આ તમામ કરતબો કરવામાં આવ્યા હતા. આ એર શો દરમિયાન કચ્છનું સફેદ રણ સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્લેનના અવાજો અને પ્રેક્ષકોની તાળીઓના ઉલ્લાસપૂર્ણ અવાજથી ગુંજી ઉઠ્યું હતું. આ એર શો દરમિયાન SKAT ના 9 વિમાનો દ્વારા જુદા જુદા ફોર્મેશન કરવામાં આવ્યા હતા. જેમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા તેમજ રૂંવાટા ઊભા કરી દે તેવા એરોબેટિક કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો જ્યારે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા DNA ફોર્મેશન કરવામાં આવ્યું હતું ત્યારે સફેદ રણ પર હાજર તમામ દર્શકો રોમાંચિત થઈ ગયા હતા.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

ભારતભરમાં 700 થી વધુ ડિસ્પ્લે રજૂ કર્યા
સૂર્યકિરણ એરોબેટિક ટીમ, જે "ભારતીય વાયુસેનાના રાજદૂત" તરીકે વધુ જાણીતી છે અને પોતાની ચોકસાઇ, કુશળતા અને ટીમ વર્ક માટે પ્રખ્યાત છે. આ ટીમે ભારતભરમાં 700 થી વધુ ડિસ્પ્લે રજૂ કર્યા છે, જ્યારે ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને યુએઈ જેવા દેશોમાં પણ આંતરરાષ્ટ્રીય એર શોમાં ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

અંદાજિત 10,000થી પણ વધુ પ્રેક્ષકો ઉમટ્યા
ઉલ્લેખનીય છે કે નલિયાના પિંગલેશ્વર બીચ પર યોજાયેલા એર શોમાં 6000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા અને સૂર્યકિરણ એરોબેટિક ટીમના હવાઈ કરતબો નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા. જ્યારે આજે સફેદ રણમાં અંદાજિત 10,000થી પણ વધુ પ્રેક્ષકોએ આ એર શો માણ્યો હતો. જેમાં કચ્છની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા. જ્યારે આવતીકાલે યોજાનારા એર શોમાં વધુ પ્રેક્ષકો ઉમટશે.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

'આવો દિલધડક એર શો કચ્છમાં લાવવા બદલ ભારતીય વાયુસેનાનો આભાર'
આદિપુરથી કચ્છના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો આવેલા રીટા કેલાએ જણાવ્યું હતું કે, મને આ એર શો અંગે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી જાણ થઈ હતી અને જે ઈન્સ્ટાગ્રામના વીડિયોમાં જોયું અને લાઈવમાં જોયું તેમાં ઘણો ફરક હતો અને ખૂબ સારો અનુભવ રહ્યો. શ્વાસ રોકીને બસ સૂર્યકિરણ એરોબેટિક ટીમના કરતબો જોઈ રહ્યા હતા. સૂર્યકિરણ એરોબેટિક ટીમને ખરેખર સેલ્યુટ છે. આવો દિલધડક એર શો કચ્છમાં લાવવા બદલ ભારતીય વાયુસેના અને સૂર્યકિરણ એરોબેટિક ટીમ પર અમને ગૌરવ છે.

સફેદ રણમાં એર શો
સફેદ રણમાં એર શો (ETV Bharat Gujarat)

'આટલા વર્ષોની મહેનત, તમામ પાયલોટ વચ્ચેનો તાલમેલ જોઈને ખૂબ આશ્ચર્ય થયું'
અન્ય પ્રેક્ષક પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, અમે અમારી શાળાના 600 જેટલા વિદ્યાર્થીઓને આ એર શો બતાવવા માટે લઈ આવ્યા હતા અને સફેદ રણમાં આ એર શો જોઇને રોમાંચિત થઈ ગયા હતા. તો 9 પ્લેનના જુદા જુદા કરતબો જોઈને, આટલા વર્ષોની મહેનત, તમામ પાયલોટ વચ્ચેનો તાલમેલ જોઈને ખૂબ આશ્ચર્ય થયું.આ એર શોનું મેનેજમેન્ટ પણ તંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું.

'તમામ કરતબો જોઈને અમે ખૂબ મજા પડી'
વિદ્યાર્થિની આયુષીએ જણાવ્યું હતું કે, આજનો એર શો જોઇને મને પ્રેરણા મળી કે હું પણ મોટી થઈને એરફોર્સ જોઈન કરું. આજના એર શોમાં વિવિધ સ્ટંટ જોઈને આટલા વર્ષોની મહેનત જોવા મળી અને આ તમામ કરતબો જોઈને અમે ખૂબ મજા પડી અમને સૂર્યકિરણ ટીમ પર ગૌરવ છે.

આ પણ વાંચો:

  1. કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલની કારનો અકસ્માત, ચોટીલાથી ચા પીને નીકળ્યા ને ટ્રકે ટક્કર મારી
  2. અંબાલાલ પટેલે પોતાની જ કરેલી આગાહીમાં કર્યો ફેરફાર, ઠંડીમાં વરસાદ પડવા અંગે હવે શું કહ્યું

Last Updated : Jan 31, 2025, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.