ETV Bharat / state

સરસ્વતી નદી પર બનશે નવો મેજર બ્રિજ, સરકારે રૂ. 145 કરોડ ફાળવ્યા

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં માટે 145 કરોડ રૂપિયાના ખર્ચે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.

હાઈસ્પીડ કોરિડોર યોજના : અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂ. 145 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

સરસ્વતી નદી પર બનશે મેજર બ્રિજ : આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે 145 કરોડ રૂપિયાની રકમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. એટલું જ નહીં વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ નિર્માણ પામશે.

સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર : સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959 માં બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.

  1. મિનિ પાવાગઢનું કરાયું નવીનીકરણ, સીએમ કરશે લોકાર્પણ
  2. ક્યારે ચૂકવાશે ખેડૂતોને સહાય ? કૃષિમંત્રીએ કરી જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.