અમદાવાદ આસારામ આશ્રમ માંથી ગુમ થયેલ યુવકનો વિડીયો થયો વાયરલ... - undefined
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદનો યુવક ગુમ થતા અમદાવાદના મોટેરામાં આવેલો આસારામનો આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમમાંથી વિજય નામનો યુવક ગાયબ થઈ ગયો હતો, ત્યારે આસારામ આશ્રમમાંથી હૈદરાબાદનો યુવક ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ગુમ થયેલ યુવકે ઇ-મેઇલ કરી સ્પષ્ટતા કરી કે મારી મરજીથી હું એકાંતમાં જઈ રહ્યો છું. જે મામલે ચાંદખેડા પોલીસે ઇમેઇલ આઈડી આઈપી એડ્રેસ આધારે શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ આશ્રમ દ્વારા પોલીસ કોઈ યોગ્ય માહિતી ન આપતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે યુવકે વિડિઓ બનાવી શેર કર્યો છે.
Last Updated : Nov 17, 2021, 10:44 PM IST