વલસાડમાં ચોર-પોલીસના પકડ દાવના દ્રશ્યો સર્જાયા, ઘટના CCTVમાં કેદ - valsad police
🎬 Watch Now: Feature Video

વલસાડ: શહેરમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. ત્યારે શહેર પોલીસે નાઈટ પેટ્રોલિંગને લઇ વધુ સર્તક બની છે. પરંતુ, ચોર પોલીસ કરતા પણ વધુ ચપળ સાબિત થયા હતાં. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ચોર આવ્યા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ પહોંચી હતી અને ત્યારબાદ પકડ દાવના દ્રશ્યો સર્જાયા હતાં. જે સમગ્ર દ્રશ્યો CCTVમાં કેદ થયા હતાં. જેમાં આખરે ચોર પોલીસને માત આપીને નાશી છુટવામાં સફળ રહ્યા હતા.