ETV Bharat / state

ઘર આંગણે રોગોને મારવાની ઔષધિ : ડાયાબીટીસ, શ્વાસ,શરદી, સાંધાના દુખાવા વગેરે ત્યારે આખા વૃક્ષના જાણો ગુણ - IMPORTANCE OF SARGAVA

આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપકે Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં સરગવાની શિંગ સહિત સરગવાનું વૃક્ષ કેટલા રોગો માટે ઉપયોગી છે તે જાણવા મળ્યું હતું.

સરગવાની શિંગ સહિત સરગવાનું વૃક્ષ કેટલા રોગો માટે ઉપયોગી છે
સરગવાની શિંગ સહિત સરગવાનું વૃક્ષ કેટલા રોગો માટે ઉપયોગી છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2025, 1:02 PM IST

ભાવનગર: "સરગવો" જેને મોરીંગો ઓલિફલાવર પણ કહેવામાં આવે છે. સરગવો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે તે જાણવાની કોશિશ ETV BHARAT દ્વારા કરવામાં આવી છે. ભાવનગરની આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણના પ્રાધ્યાપકે સરગવાનું મહત્વ અને કેટલા રોગો ઉપર કામ આપે છે તેના વિશે માહિતી પૂરી પાડી હતી. આપણે જાણતા નથી હોતા કે સરગવામાં કેટલી તાકાત ભરી છે. જાણીને તમે પણ ચોંકી ઉઠશો ત્યારે ચાલો જાણીએ.

સરગવાનું આખું વૃક્ષ ઔષધીયથી ભરપૂર: ભારત દેશમાં સરગવો અનેક સ્થળો ઉપર અનેક રાજ્યોમાં જોવા મળે છે ત્યારે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં પણ અનેક લોકોના ઘરે સરગવો ઉગે છે. જો કે સરગવાની ખેતી પણ થતી હોય છે. ભાવનગરના આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે સરગવાને મોરિંગો ઓલિફલાવર તરીકે ઓળખવામાં આવે છે તે 10 થી 20 ફૂટ ઊંચો હોય છે. સરગવો બે પ્રકારનો મીઠો અને કડવો હોય છે. જ્યાં ત્યાં મોટા ભાગે મીઠો સરગવો બધે થાય છે સરગવાની સિંગુ સાંભાર, દાળ અને શાકમાં પણ ભોજનમાં લેવાતી હોય છે.

રમેશચંદ્ર પાંડે (પ્રાધ્યાપક, દ્રવ્યગુણ વિભાગ, આયુર્વેદ કોલેજ,ભાવનગર) (Etv Bharat Gujarat)

સરગવાના પાન, મૂળ, શિંગ અને પાંદડામાં ક્યા તત્વ: સરગવાની સિંગ સામાન્ય રીતે ભોજનમાં દાળમાં અથવા તો શાકમાં નાખીને ગુજરાતીઓ આરોગતા હોય છે. પરંતુ સરગવાના વૃક્ષમાં કયા તત્વો છે તેને લઈને આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણના પ્રધ્યાપક રમેશચંદ્ર પાંડે જણાવ્યું હતું કે સરગવાના પાન,મૂળ, ફળ બધા ઉપયોગી છે. સરગવો ગરમ હોય છે. સરગવામાં વિટામિન A અને C વધારે હોય છે. આ સાથે કેલ્શિયમ, આયોડિન અને આયર્ન પણ હોય છે. સરગવો એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિકનું પણ કામ આપે છે. નેગેટીવ બેક્ટેરિયા અને ફંગલ બેક્ટેરિયાને નાશ કરે છે. એના પાંદડામાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ,કોપર, આયોડિન, કેલ્શિયમ, પોટાશ, આયર્ન, કેરોટીન અને નિકોટીન એસિડ હોય છે.

ક્યાં રોગો પર કામ આપે સરગવાનું વૃક્ષ: આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડે જણાવ્યું હતું કે, સરગવા કોઈપણ દુખાવો જેમકે સાંધાના દુખાવા, માથાનો દુખાવો એટલે કે કોઈપણ પ્રકારનો દુખાવો શરીરમાં થતો હોય તેના ઉપર કામ આપે છે તે મલ્ટી મિનરલનું કામ કરે છે. ખાસ કરીને કુપોષણ માટે સરગવો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સરગવામાં પ્રોટીન, ઓઇલ, વિટામિન A અને C વધારે હોય છે સરગવાને રોજ આરોગવો જોઈએ. આ સાથે શરદીમાં સરગવાના મૂળ સાથે ઘીને લેવામાં આવે તો શરદી મટે છે. જ્યારે કૃમિમાં તેની છાલનું ચૂર્ણ કરીને લેવામાં આવે તો પણ મટે છે. આંખોની તકલીફને પગલે પાંદડાનો રસ નાખવાથી તકલીફો દૂર થાય છે. હિચકી અને શ્વાસ હોય તો પાંદડાનો કાઢો કરીને પીવો જોઈએ. પથરી હોય તો મૂળનો કાઢો કરીને પીવાથી નાની પથરીઓ નીકળી જતી હોય છે. મૂળ અને કાલી મિર્ચને એકઠા કરીને બેભાન વ્યક્તિને સુંઘાડવામાં આવે તો તે ભાનમાં આવી જાય છે. તેમાં કડવાશ પણ હોવાથી ડાયાબીટીસના રોગ ઉપર કામ આપે છે. તેના ઘણા પ્રકારના ફાયદા રહેલા છે ખાસ કરીને છત્તીસગઢમાં તેની ખેતી થાય છે ત્યાં પાંદડા,મૂળ વગેરેના ચૂર્ણને એક્સપોર્ટ કરવામાં આવે છે.

(ડિસ્ક્લેમર: ઉપરોક્ત જણાવવામાં આવેલ માહિતી જે તે સંસ્થાના નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલ છે. તેથી Etv Bharat આ અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. જેની વાચકોએ નોંધ લેવી.)

આ પણ વાંચો:

  1. ઉનાળાની ગરમીમાં પાણીની વ્યવસ્થા મહાનગરપાલિકાની, જિલ્લાના કેટલા ગામડાઓ માટે પાણીના સ્તોત્ર બધુ જાણો
  2. વરીયાળી કેમ રોજ ખાવી જોઈએ ? જાણો વરીયાળીના સેવનના અઢળક ફાયદા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.