જૂનાગઢ: આજરોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. આજે લોકો ભગવાન શિવની પૂજા અરધાન કરે છે અને ઉપવાસ પણ કરે છે. આવા સમયે સાધુ સંન્યાસી દ્વારા પણ અવનવા કરતબો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આજે ભવનાથ મંદિરમાં સવારના સમયે કબુતર બાબાએ પોતાની જટામાં કબૂતરને બેસાડીને ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા હતા. બાબા કબુતર સાથે મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ સૌ શિવભક્તો બાબાને જોઈને એકદમ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
શિવરાત્રીના મેળામાં જોવા મળ્યા કબુતર બાબા: મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જેના કેન્દ્રસ્થાને નાગા સન્યાસી અને સમગ્ર દેશમાંથી આવેલા બાબા અને સાધુ, સન્યાસી બનતા હોય છે. આ સમય દરમિયાન મેળાના પાંચ દિવસ સુધી સાધુ સંન્યાસી અવનવા કરતબો કરીને મેળામાં આવનાર પ્રત્યેક શિવભક્તને આકર્ષિત કરતા હોય છે.
આજે મહાશિવરાત્રીના દિવસે સવારના સમયે ભવનાથ મહાદેવ મંદિરમાં કબૂતર બાબાનો પ્રવેશ થયો હતો. બાબા કબુતર સાથે મંદિર પરિસરમાં દાખલ થતાં સૌ શિવભક્તો તેમના તરફ આકર્ષિત થયા હતા અને કબૂતર સાથે બાબાને જોઈને રોમાંચિત પણ થયા હતા. આ સમયે મંદિરમાં 2000 જેટલા ભાવિ ભક્તો મહાદેવના દર્શન કરી રહ્યા હતા, પરંતુ જેવા કબૂતર બાબાનો પ્રવેશ મંદિરમાં થયો ત્યારે સૌ કોઈ કબુતર બાબા પ્રત્યે આકર્ષિત થઈને તેમને જોવા લાગ્યા હતા.


બાબાની જટામાં કબુતરે જમાવ્યું સ્થાન: કબુતર બાબાની પાંચ ફૂટ મોટી જટામાં કબૂતરે એકદમ સ્થાન જમાવેલ જોવા મળતું હતું. બાબા મંદિરમાં દર્શન કરી રહ્યા હતા સૌ શિવભક્તો બાબાને નમન કરી રહ્યા હતા, તેમ છતાં કબૂતર બાબાની જટામાં રહેલ કબૂતર તેમણે છોડીને ગયું નહીં પરંતુ આ સંપૂર્ણ સમય દરમિયાન તેમના સાથે જ હતું. તમને જણાવી દઈએ કે, બાબા મંદિરની અંદર ઘર ગર્ભગૃહમાં મહાદેવને જળ અભિષેક અને તેમના દર્શન માટે ગયા હતા.

આમ, કબૂતર બાબાની જટા પરથી જરા પણ ડગમગ્યું ન હતું અને બાબાએ જેટલો સમય મહાદેવની પૂજા દર્શન અને અભિષેક કર્યો આ સમય દરમિયાન કબૂતર તેમની જટા પર બેઠેલું જોવા મળતું હતું. દર્શન પૂર્ણ કરીને બાબા મંદિર પરિસરની બહાર નીકળ્યા ત્યારે પણ કબૂતર બાવાની જટામાં બેઠેલું જોવા મળતું હતું. ત્યારબાદ બાબા મંદિર પરિસરમાંથી બહાર નીકળી ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળાના વિશાળ સ્થળમાં પદયાત્રા માટે નીકળ્યા હતા, ત્યારે પણ કબૂતર તેમની જટામાં એકદમ બેઠેલું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: